કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 માટે બીજેપીએ પ્રથમ યાદીની જાહેરાત કરી છે, જેમાં 72 કેંડિડેટ્સનો સમાવેશ છે. બીજેપીના સીએમ કેંડિડેટ યેદિયુરપ્પા શિકારીપુરાથી ચૂંટણી લડશે. અગાઉ તેઓ શિકારીપુરાથી 6 વખત વિધાયક બની ચુક્યા છે. 224 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે અને 15 મેના પરિણામ આવશે. હાલ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી છે.
રવિવાર સાંજે દિલ્હીમાં બીજેપીના કાર્યાલયમાં કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અને બીએસ યેદિયુરપ્પા હાજર રહ્યા હતા. મોડી રાત્રે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 માટે કેડિંડેટ્સની લિસ્ટ જાહેર કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com