જસ્ટીસ એ.કે.સીકરી, એસ.કે.બોબડે સહિત અન્ય ત્રણ જજોને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક આપવા કરાઈ રજૂઆત
સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટીસ રંજન ગોગોઈની બેંચ દ્વારા સુપ્રીમ કોર્ટે નિર્ણય લેતા જણાવ્યું છે કે, કર્ણાટક હાઈકોર્ટના ચિફ જસ્ટીસ દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. કોલેજીયમમાં જસ્ટીસ એ.કે.સીકરી, જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ એન.વી.રમન્ના અને જસ્ટીસ અરૂણ મિશ્રાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો માર્ચ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન અને વરિષ્ઠ ચેલમેશ્વરને જસ્ટીસ મહેશ્વરી વિરુધ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં જસ્ટીસ મમહેશ્વરીને સેકસ્યુઅલ હેરેસમેન્ટથી જોડાયેલી ફરિયાદ ઉપર ડિસ્ટ્રીકટ જજે સ્પષ્ટતા વિશેની પણ જાણ કરવા ત્યારબાદ કલીનચીટ દેવામાં આવી હતી. જે બાદ જસ્ટીસ ચેલમેશ્વરે તત્કાલીન ચિફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને પત્ર લખી જણાવ્યું હતું કે, તેઓની પીઠ પાછળ કર્ણાટક હાઈકોર્ટના ચિફ જસ્ટીસ જરૂરીયાતથી વધુ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે.
વધુમાં તેઓએ લખતા જણાવ્યું હતું કે, તે સમયે તેઓને આરોપો જે લગાડવામાં આવ્યા હતા તેનાથી તેઓ બખુબી પરિચીત છે. જયારે બીજી તરફ સરકાર જાણી જોઈને તેમના પ્રમોશનની જે સીફારીસ કરવામાં આવી છે જેના પર રોક લગાવી દેવામાં આવી છે અને બાકી ૫ જજોની સીફારીસને પણ મંજૂરીની મહોર લગાવી છે જે તમામ જુનીયર જજો છે. જસ્ટીસ મહેશ્વરીને બાદ કરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ સંજીવ ખન્નાને પર સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની માટેની રજૂઆત કરવામાં આવી હતી. જસ્ટીસ ડી.આર.ખન્નાના પુત્ર છે અને જસ્ટીસ એચ.આર.ખન્નાના નાના ભાઈ છે. વધુમાં તેઓએ સ્પષ્ટપણે જણાવતા કહ્યું હતું કે, આની કિંમત તેઓએ ચુકવવી પડશે જયારે ઈન્દિરા ગાંધી સરકાર વખતે તેઓને ચિફ જસ્ટીસ બનાવવામાં આવ્યા ન હતા.