કર્ણાટરમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે આજે ઈલેક્શન કમિશન દ્વારા તારીખોની જાહેર કરી દેવામાં આવી છે. 12 મેના રોજ મતદાન થશે અને 15 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. અહીં 224 સીટ પર એક જ ફેઝમા મતદાન કરવામાં આવશે. હાલ આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે. ભાજપ અહીં કરપ્શન અને લિંગાયતને અલગ ધર્મ જાહેર કરવાને મુખ્ય મુદ્દો બનાવી શકે છે. નોંધનીય છે કે, છેલ્લા બે મહિનામાં રાહુલ ગાંધી ચાર વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છે.
ઈસીએ પ્રેસ કોન્ફરન્સમાં કહેલા અન્ય અગત્યના મુદ્દાઓ:
પ્રચાર પ્રસારમાં ઉમેદવાર 28 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. અત્યારથી જ કર્ણાટરમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી.દરેક સીટ માટે ઈવીએમની સાથે વીવીપેટનો પણ ઉપયોગ થશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,