યુવાઓનાં જીવન ઘડતર માટે સરદારના વિચારો પ્રેરણાદાયી
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૪૩મી જન્મજયંતિ નિમિતે સરદાર પટેલ સેવાદળ (એચ.પી.જી.) દ્વારા કર્મવીર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ આ રેલીની શરુઆત સરદાર પટેલની પ્રતિમા રેસકોર્ષ રીંગરોડ ખાતેથી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટના વિવિધ વિસ્તારોમાં રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. રેલીમાં એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહિતના પાટીદાર યુવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.અબતક સાથેની વાતચીત દરમિયાન લાલજીભાઈ પટેલએ જણાવ્યું કે સરદાર પટેલ સાહેબની ૧૪૩મી જન્મજયંતિ નિમિતે આજે કર્મવીર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સરદાર પટેલ સેવાદળ રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલીની અંદર સમગ્ર ગુજરાતના તમામ હોદેદારો અને રાજકોટની આજુબાજુ વિસ્તારના તમામ કાર્યકરો આવ્યા છે. અમારો મુખ્ય ઉદેશ એ છે કે સરદારના વિચારો જીવનમાં લઈ યુવાનોનુ ઘડતર થાય તેના માટેના પ્રયત્નો અમે કરીએ છીએ અને છેલ્લા ૨૩ વર્ષથી સરદાર પટેલ સેવાદળ દ્વારા અમે દરેક અલગ અલગ શહેરમાં આયોજન કરીએ છીએ.અનામતની લડાઈ છેલ્લા ઘણા સમયથી ચાલુ જ છે. આજે પણ અમે અનામત માટે લડીએ છીએ દરેક જીલ્લામાં અમે અલગ અલગ કાર્યક્રમો, ધરણા, રેલીના પ્રોગ્રામો કરીએ છીએ અને સરકાર જયાં સુધી અનામતનો લાભ નહી આપે ત્યાં સુધી સમગ્ર સમાજને જોડે રાખી અને લડતા રહીશું.
જયાં સુધી નકકર પરિણામ નહી આવે ત્યાં સુધી સમગ્ર સમાજ અને સાથે સાથે બિજા સમાજ જે ખરેખર અનામતથી વંચિત છે તે દરેક સમાજોને ભેગા કરી આવનારા સમયમાં દરેક જીલ્લા વાઈસ સંમેલનો, ઉપવાસનાં કાર્યક્રમો કરી રેલીનું પણ આયોજન કરવામાં આવશે. જયાં સુધી અનામત નહી મળે ત્યાં સુધી લડતા રહીશું.