રાજયમાં ચિંતાજનક રીતે બાળ લગ્નનું દુષણ યથાવત રહેવા પામ્યું હોય તેવા ચોકાવનારા તારણો ૧૮૧ અભિયમ ફરિયાદોના આધારે રાજયમાં હજુ પણ બાળ વિવાહનો અંધારીયો યુગ કેવી રીતે ફાલ્યા ફૂલીયો છે તેનો નિર્દેશ મળ્યો છે.
આણંદ નજીકના એક ગામડામાં સમુહ લગ્નમાં બાળ લગ્નની ફરિયાદ ગયા વર્ષે એપ્રીલમાં ૧૮૧ અભિયમને મળી હતી ૧૮૧ અભિયમની ટીમ જયારે ઘટના સ્થળે પહોચ્યા ત્યારે એક જ સમાજનાં નવ યુગલોનાં લગ્નન ગોઠવાયા હતા. જેમાં વર કન્યાની વય અંગેની તપાસ કરવામાં આવતા ૧૮માંથી ૧૪ના લગ્નની કાયદેસરની વય ન હોવાનું બહાર આવ્યું હતુ.
વર્ષ ૨૦૧૮માં બાળ લગ્ન અંગેની ફરિયાદોમાં ૨૧% ટકાનો વધારો જોવા મળ્યો હતો. પાછલા વર્ષ બાલ લગ્ન અંગે ૧૪૩ ફરિયાદો મળી હતી આ વર્ષે આ આંકડો ૧૭૪ સુધી પહોચી ચૂકયો છે.
આણંદ ખાતે સામે આવેલી બાળ લગ્નની ઘટનામાં તપાસ માટે ગયેલા અધિકારીએ જણાવ્યું હતુ કે બનાવકાંઠા જિલ્લામાં ૫ વર્ષ અને ૯ વર્ષની બે બાળકીઓને બાળ લગ્નમાં બરબાદ થતા બચાવી લેવામાં આવી હતી. સમાજમાં ચાલી આવતી જૂની પ્રથા મુજબ બાળ લગ્નનો રિવાજ આજે પણ પ્રવતિ રહ્યો છે.
પરિવારે જણાવ્યું હતુ કે સગીર વયની બાળાઓને લગ્ન કરીને પ્રતિકાત્મક રીતે સાસરે મોકલવામાં આવે છે. ત્યારબાદ વયસ્ક થાય ત્યાં સુધી પોતાના મા-બાપને ત્યાં રહે છે.
બાળ લગ્નક વિરોધી અભિયાન ચલાવનાર ફાલ્ગુની પાઠકે જણાવ્યું હતુ કે, બાળ લગ્ન અટકાવવા માટે સામાજીક જનજાગૃતિ અનિવાર્ય છે.
ગુજરાતમાં હજી પણ કેટલીક જ્ઞાતિઓમાં આજે પણ સામાજીક અને આર્તિક કારણોથી છૂટાછવાયા અને છાનેખૂણે દર વર્ષે બાળ લગ્ન થતા રહે છે.
પાલનપૂર જીલ્લામાં પકડાયેલા કિસ્સામાં એક પરિવારની મોટી દિકરી સાથે નાની બેનના પણ લગ્ન થઈ જાય છે. કારણે કુમળીવયની દિકરીને પરિવારે જ લગ્ન મંડપમાં બેસાડી દીધી હતી.
ગુજરતામાં એવા ઘણા કિસ્સા સામે આવે છે. જેમાં દિકરીઓની લગ્ન માટેની પ્રમાણિત ઉંમરમાં બે પાંચ મહિના ઘટતા હોય અને દિકરી પૂર્ણ રૂપે પુખ્ત ન થઈ હોય તેમ છતાં પરિવાર દ્વારા જ માત્ર અને માત્ર પોતાની સામાજીક જવાબદારી પૂરી કરવા માટે દિકરીઓ પુખ્ત થાય પહેલા જ પરણાવી દેવામાં આવે છે.
ગુજરાતમાં બાળવિવાહનું દુષણ અટકાવવા માટે સતત પ્રયાસો થતા રહેતા હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ અભિયમ હેલ્પલાઈનમાં મળતી ફરિયાદોના આધારે હાથ ધરવામાં આવેલા સર્વેમાં આ દુષણમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. એક તરફ સમાજમાં દિકરી વહાલનો દરિયો હોવાની વાતો કરવામાં આવે છે. તો બીજી તરફ દિકરીને મોટી કરનાર મા-બાપ જ દિકરીને સાપનો ભારો ગણીને જારે કે જલ્દીથી છૂટકારો મેળવવા કુમળીવયમાં જ લગ્નના ભારણમાં નાંખીને માવતર જ કમાવતર બનતા હોવાની ઘટનાઓ બહાર આવે છે.