- સંસ્કાર અને નીતિમત્તા એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળે છે: સારા કર્મોને કારણે વ્યકિત વિકાસ સાથે માન-સન્માન મળે છે: પવિત્રતા, આદર્શ અને માનવતા જેવા મુલ્યો ભાવી પેઢીમાં સિંચન કરો
- કર્મની ફળની આશા રાખ્યા વગર સૌના ભલા માટે કરેલા કાર્યો કયારેય એળે જતાં નથી: દુનિયામાં આવ્યો છું તો કશું આપીને જ જવાનો છુ, સાથે કશું લઇ જવાના નથી આ વાત સૌ એ યાદ રાખવી પડે છે
- સૂર્યોદય અને સૂર્યાસ્ત શીખવાડે છે કે જીવનમાં કશું કાયમી હોતું નથી, તેથી હંમેશા ખુશ રહો અને જીવનની સફર નો સંંપૂર્ણ આનંદ માણો ..!!
- શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ સારૂં હોય, શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદેશ્ય સર્વશ્રેષ્ઠ હોય !!
ભાગ્યની લાઇટ ચાલુ હોય કે બંધ, પણ કર્મના દીવાને કયારે ફુંક ના મરાય, આ નાનકડું વાક નજીનની ઘણી વાતો સમજાવી જાય છે. દેશનાં દરેક નાગરીકમાં સુટેવો અને સારા ગુણોનો વિકાસ જ શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરે છે. વેલ્યુબેઝ એજયુકેશનનું વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનનો અતિ મહત્વનો પાર્ટ છે, સારા વિચાર-આચરણ અને તે પ્રમાણેના વર્તન આધારીત જીવન સમગ્ર દેશને મજબૂત કરે છે. વિદેશોના ઘણા દેશોમાં ત્યાના નાગરીકોની ઘણી વાતો આપણે શિખવી જ પડશે. જીવનમાં કર્મનું મહત્વ છે. અને નીતિમત્તા, કર્મનિષ્ઠા અને સંસ્કારના કોઇ ઇન્જેકશન કે ટેબ્લેટ નથી આવતી કે ગમે તેને આપીને ત્વરીત જીવન બદલી શકીએ, બધી સારી વાતો એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળે છે.
સારા કર્મો થકી ગમે તે વ્યકિત તેનો વિકાસ કરી શકે છે, અને તેને આ રસ્તે ચાલતા-ચાલતાં જ માન-સન્માન મળે છે. દરેક મા-બાપો – શિક્ષકોએ બાળકોમાં પ્રેમ-હુફ અને લાગણીના નિરુપણ સાથે પવિત્રતા આદર્શ અને માનવતા જેવા મૂલ્યોનું નવું પેઢીમાં સિંચન કરવું જરુરી છે. ફળની આશા રાખ્યા વગર કર્મ કરનાર વ્યકિત સૌનું ભલુ ઇચ્છે છે અને તે જ એનો ધર્મ માને છે, ઇશ્ર્વર દુનિયામાં આપણને ખાલી હાથ મોકલે છે અને ખાલી હાથે જ લઇ જાય છે. અંતિમ સમયે આપણાં કર્મો જ આપણી સાથે હોય છે અને લોકો પણ આપણા સ્વભાવ અને કર્મથી જ આપણને યાદ કરે છે.
ઇસાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્ર્લોકમાં જ જ્ઞાન નિષ્ઠામાં પ્રવેશવાની પઘ્ધતિ શીખવે છે, સઘણું ઇશ્ર્વર આધીનની વાત કરી છે. આપણાં વેદો, પુરાણો અને ગીતાજીમાં કર્મનો મહિમા સમજાવાયો છે. કર્મ દ્વારા સારા માર્ગની વાત કરવામાં આવી છે. ગીતાજીમાં પણ શ્રી કૃષ્ણે કર્મ નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠાનો ઉલ્લેખ કર્યો છે. વેદ આધારીત જ્ઞાનના બન્ને માર્ગો તરફ દોરી જાય છે. દરેકના જીવનમાં જન્મથી મૃત્યું સુધીના સઘળા સમયમાં કર્મનું મહત્વ વિશેષ છે. સમજણ આવ્યા પછી આપણાં રોજીંદા જીવનકર્મ આપણે કેવો વ્યવહાર અને નીતિ-રીતિ રાખીએ છે તેના ઉપર સઘળો મદાર છે. પરિવાર સાથે એકબીજા પ્રત્યેનો વ્યવહાર પણ એક પ્રકારનું સુકર્મ જ છે. આડોશ-પાડોશ સાથે અને જરુરીયાત મંદને સહાય પણ સારા લક્ષણો સામેનું સુકર્મ જ ગણાય.
કર્મ અને નિષ્ઠા બન્ને શબ્દ ભલે જાુદા રહ્યા પણ આપણે તેના ભેગા જ બોલીએ છીએ. સારા કર્મો એટલે જ સુકર્મો અને તે કરવા પ્રત્યેની દરેક માનવીની નિષ્ઠા ઉમેરાતાએ શ્રેષ્ઠ કર્મ બની જાય છે. આજના કે પહેલાના યુગમાં કર્મ પ્રત્યેની વફાદારી અને તેને કરવાનો પાછળનો આનંદ ઉત્સાહ જ તેમાં ચાર ચાંદ લગાવે છે. ભગવદ ગીતામાં તો કર્મને યોગ સાથે સરખાવાયું છે. એક આખા અઘ્યાયમાં તેની વાત સમજાવાય છે.લડાઇના મેદાનમાં અર્જુન ભગવાન કૃષ્ણને પ્રશ્ર્ન કરે છે અને તેના જવાબરૂપે જે સર્જન થયુ: તે અદભુત છે. પૃથ્વી પરના તમામ માનવીએ વાંચવી જરુરી છે. જ્ઞાન અને કર્મ એ બેમાંથી સંસારમાં આપણે કર્મ કેમ કરવું તેની સમજ નથી પડતી. બે પ્રકારની નિષ્ઠાના રસ્તામાં જ્ઞાન વડે જ્ઞાની અને નિષ્કામ કર્મ વડે યોગી કર્મોના કરવાથી નિષ્ઠામ ભાવ પ્રગટ થતો નથી તેવી જ રીતે કર્મોના ત્યાગથી પણ સિઘ્ધી મળતી નથી. આ દુનિયામાં એક વાત નકકી છે કે કોઇપણ મનુષ્ય કર્મ કર્યા વગર એક પણ ક્ષણ રહી શકતો નથી. તે પોતાની જરુરીયાત મુજબ કર્મો કરે છે.
કર્મમાં આજે નિષ્ઠાનો અભાવ જોવા મળતો હોવાથી માનવી જે જગ્યાએ કામ કરતો હોય ત્યાં મન લગાવીને કામ ન કરતો હોવાથી તે સતત દુ:ખી જોવા મળે છે. જે જગ્યાએ કામ કરવાથી નિજાનંદ મળે અને કામ કરવું ગમવા લાગે તે સ્થળ મંદિર બની જાય છે. આજના યુગમાં આ એક મોટી સમસ્યા છે. બધાને ખોટા કામો કરીને ટુંક સમયમાં રૂપિયાવાળું બની જવું હોવાથી તે માત્રને માત્ર કુકર્મ બની રહેતા બધા બાકીના સદગુણોનો લોપ થઇ જાય છે. એક કર્મ કરતાં કરતાં માનવીનો અસંતોષ બીજી જગ્યાએ વધુ મેળવવા સતત ઘ્યાન કેન્દ્રીત કરવાથી બન્ને લગડતું હોવાથી નિરાશા સાંપડે છે. આજે તો મનુષ્ય ઇચ્છતો ન હોય તો પણ તેને બળપૂર્વક કામમાં જોડતા તે ખરાબ કર્મો કરતો થઇ જાય છે.
લડાઇના મેદાનમાં અર્જુન ભગવાન કૃષ્ણને પ્રશ્ર્ન કરે છે અને તેના જવાબરૂપે જે સર્જન થયું તે અદભૂત છે. પૃથ્વી પરના તમામ માનવીએ વાંચવી જરુરી છે. જ્ઞાન અને કર્મ એ બે માંથી શ્રેષ્ઠ કઇ તેની વાતમાં આજકાલ જ્ઞાન બધે પીરસાય રહ્યું છે. પણ તેના ઉપયોગ થકી કે સંસારમાં આપણે કર્મ કેમ કરવું તેની સમજ નથી પડતી બે પ્રકારની નિષ્ઠાના રસ્તામાં જ્ઞાન વડે જ્ઞાની અને નિષ્કામ કર્મ વડે યોગી કર્મોના કરવાથી નિષ્કામ ભાવ પ્રગટ થતો નથી તેવી જ રીતે કર્મોના ત્યાગથી પણ સિઘ્ધી મળતી નથી. આ દુનિયમાં એક વાત નકકી છે કે કોઇપણ મનુષ્ય કર્મ કર્યા વગર એક પણ ક્ષણ રહી શકતો નથી તે પોતાની જરુરીયાત મુજબ કર્મો કરે છે.
કર્મમાં આજે નિષ્ઠાનો અભાવ જોવા મળતો હોવાથી માનવી જે જગ્યાએ કામ કરતો હોય ત્યાં મન લગાવીને કામ ન કરતો હોવાથી તે સતત દુ:ખી જોવા મળે છે. જે જગ્યાએ કામ કરવાથી નિજાનંદ મળે અને કામ કરવું ગમવા લાગે તે સ્થળ મંદિર બની જાય છે. આજના યુગમાં આ એક મોટી સમસ્યા છે. બધાને ખોટા કામો કરીને ટુંક સમયમાં રૂપિયાવાળુ બની જવું હોવાથી તે માત્રને માત્ર કુકર્મ બની રહેતા બધા બાકીના સદગુણોનો લોપ થઇ જાય છે. એક કર્મ કરતાં કરતાં માનવીનો અસંતોષ બીજી જગ્યાએ વધુ મેળવતા સતત ઘ્યાન કેન્દ્રીત કરવાથી બન્ને બગડતું હોવાથી નિરાશા સાંપડે છે. આજે તો મનુષ્ય ઇચ્છતો ન હોય તો પણ તેને બળપૂર્વક કામમાં જોડતાને ખરાબ કર્મો કરતો થઇ જાય છે.
જયાં સુધી કોઇપણ વ્યકિત ને આત્માનું જ્ઞાન થાય નહી ત્યાં સુધી કર્મનો હેતુ શરતો નથી. પ્રકૃતિ (માયા) ની શકિતથી તેના ગુણો જેવા કે સત્વ, રજસ અને તમસને કારણે વિવિધ કર્મો બને છે. સ્વ કર્મોને લીધે જ સ્વધર્મ બન્યા છે. નાના બાળકને માતા સિવાય કોઇ આધાર ન હોવાથી બાળકનું પાલન કરવું એ માતાનું સ્વકર્મ બને છે તેવી જ રીતે પરિવારનું લાલન- પાલન પણ ઘરના ઘણીએ કરવું જ પડે છે. બાળક મોટો થાયને વૃઘ્ધોની સેવા કરે છે એટલે સ્વકર્મ અને સ્વધર્મ બને છે.
પ્રકૃતિને સ્વીકારવી જ પડે છે, જો કે તમે સ્વીકારો કે ન સ્વીકારો સત્ય તો સત્ય જ રહેવાનું છે. સારા વિચારોથી જ સુકર્મો તરફની પ્રેરણા મળે છે. એવી જ રીતે નકારાત્મક વિચારોથી ખરાબ કર્મો તરફ માનવી પ્રેરાય છે. જેની પાસે જે હોય તે વહેચવાથી મનને સુખ મળે છે, જેવી રીતે જ્ઞાની જ્ઞાન વહેચવાનું કર્મ કરે છે. તમને જે મળે છે તે જો પચાવતા શીખો, ખોરાક ન પચવાથી રોગ થાય છે તેવી જ રીતે પૈસા પચાવતા, વાત પચાવતા, પ્રશંસા પચાવતા શીખવું પડે છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણ કર્મ અકર્મ અને વિકર્મ એમ ત્રણ પ્રકાર દર્શાવે છે. કભ એ જ ધર્મ છે અને કર્મ એ જ ધર્મનો મર્મ છે. ‘સારા કર્મો કરો’ આ ત્રણ શબ્દમાં જ જગતના તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. ગીતાજીના કુલ 18 અઘ્યાયમાંથી એક થી છમાતો કર્મ ની બોલબાલા છે. કર્મ ભકિત અને જ્ઞાનનો સંગમ છે. સુકર્મો થકી જ પરિશુઘ્ધતા નો શ્રેષ્ઠ આનંદ મળે છે. કર્મો કરવાની કુશળતાએ એક પ્રકારનો યોગ જ છે. ફળની આશા રાખ્યા વગર સારા કર્મો કરનાર કર્મ યોગી બને છે. “એકલાં જ આવ્યા મનવા, એકલા જ જવાના, સાથી વિના સંગી વિના એકલા જ વાના”
મન લાગવીને પુરી નિષ્ઠાથી કર્મો કરો પ્રગતિ આપો આપ આવશે !!
આજના યુગમાં બધાને અસંતોષ જોવા મળતો હોવાથી કામ કરવામાં દિલ કે મન ચોટતું નથી પણ એક વાત નકકી છે કે મન લાગવીને પુરી નિષ્ઠાથી સતત કાર્ય કરનાર વ્યકિતની આપો આપ પ્રગતિ થવા લાગે છે. કર્મ એ જ ધર્મ છે એ વાત સમજાય પછી કોઇના સર્ટીફિકેટસની વ્યકિતને જરુર રહેતી નથી તે પુરા ઉત્સાહ ઉમંગથી તેના ભાગે આવેલું કાર્ય શ્રેષ્ઠ રીતે કરતો જ જાય છે. ભગવત ગીતાજીના કુલ 18 અઘ્યાયમાંથી પ્રથમ છ અઘ્યાયમાં કર્મની બોલબાલો છે. કર્મ ભકિત અને જ્ઞાનનો સંગમ છે. કર્મો કરવાની કુશળતા એ એક પ્રકારનો યોગ જ છે. આપણને નિજાનંદ મળે તેવું કર્મ કરનાર વ્યકિત જ જીવનમાં શ્રેષ્ઠતાને હાંસિલ કરે છે. આજે સમજમાં જયાં જાુઓ ત્યાં કર્મનિષ્ઠા નો અભાવ જોવા મળે છે. ત્યારે ભાવિ પેઢીને શિક્ષણની સાથે સાથે આવા જીવન મુલ્ય શિક્ષણ પણ સતત મળતા રહેવાથી શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર થાય છે. પાપ કર્મો પુણ્ય કર્મોને ખલાસ કરી નાંખે છે.