ધર્મ એટલે ભગવાનના કહેલા શબ્દો અને ઋષિમુનિઓએ કહેલા શાસ્ત્રો : કર્મને પુનર્જન્મ અને મૃત્યુ ચક્ર સાથે પણ આપણે જોડીએ છીએ

આજે દુનિયામાં બધા માણસો દુ:ખી કે સુખી નથી, કોઈ દુ:ખી તો કોઈ સુખી છે. આ સુખ દુ:ખ પણ વાણીના ધર્મ પર અવલંબિત છે. કોઈ પણ સારા કે ખરાબ કામના ચાર ભાગીદાર હોય છે, જેમાં કામ કરનાર, કરાવનાર, પ્રેરણા આપનાર અને તે કામનું સમર્થન કરનાર. આપણે જે કાંઈ પણ ક્રિયા કરીએ તેને કર્મ જ કહેવાય છે. કર્મને ત્રણ ભાગમાં વહેંચીએ તો ક્રિયામણી , સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ એમ ત્રણ ભાગ પાડી શકાય. આપણે દિવસ દરમિયાન જે કંઈ ક્રિયાઓ કરીએ છીએ તે, એક પ્રકારનું આપણું કર્મ જ છે.

સંસ્કૃતમાં કર્મનો અર્થ કાર્ય કે ક્રિયા થાય છે . આપણા કર્મોમાં શરીરની સાથે વાણી અને મન દ્વારા કાર્યનો પણ સમાવેશ થાય છે. કર્મ એટલે ભૂતકાળ નો પડઘો અને ભવિષ્યનું સર્જન ગણી શકાય પણ, કર્મના વિજ્ઞાનની સમજ  મેળવવી જરૂરી છે. સારા કર્મો હંમેશા આપણા અંતરમનને શાંતિ આપે છે.

શ્રીમદ્ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મની વાત કરી છે. અધ્યાયનો સારાંશ ટુકમાં જોઈએ  તો કાયરતાને વશ થઈ ગાંડીવનો ત્યાગ કરી બેઠેલા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ આપ જ્ઞાનને કર્મ કરતાં વધારે સારૂ માનતા હોવા છતાં મને આ ઘોર કર્મમાં શુ કામ જોડો છો ? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મતો જીવ માત્રએ કરવું જ પડે છે. કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી.

અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. વરસાદથી અન્ન ઉત્પન થાય છે.યજ્ઞથી વરસાદ ઉત્પન્ન થાય છે અને યજ્ઞ કર્મ કરવાથી થાય છે. આ યજ્ઞ કરવા માટે પણ કર્મતો કરવું જ પડે છે.

ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભકિતપ્રધાન કર્મયોગની વિધિથી મમતા, આશકિત,અને કામનાઓનો  ત્યાગ કરી ભગવદ્ અર્પણ બુધ્ધીથી શાસ્ત્રે જે જે કર્મો કરવાના કહ્યા છે, તેમાં દોષ દષ્ટિ રાખ્યા વિના પુરા શ્રધ્ધાવાન થઈને કરવા જોઈએ, આ રીતે કર્મ ન કરનારની બુધ્ધી ભષ્ટ થાય છે. આમ રાગ-દ્વેષમાં ન પડતાં સ્વધર્મપાલન કરવું જોઈએ. કર્મયોગમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કામથી પેદા થનારા અનર્થો વિશે સમજાવી વિવેક બુધ્ધીથી ઈન્દ્રિયો અને મન પર સંયમ રાખવાનું ભાર પૂર્વક જણાવાયું છે.આપ આવા બે અર્થી વચનોથી મારી બુદ્ધીને મુંઝવી રહ્યા છો, આથી આપ જ્ઞાન અથવા કર્મમાંથી કોઈ એક જ વાત નકકી કરીને કહો કે જેથી હું કલ્યાણને પામું તેમ અર્જુન કહે છે.

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પ્રશ્ર્નનો જવાબ આપતાં જણાવેલ છે કે આ મનુષ્ય લોકમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠાને  પહેલા જણાવી દીધી છે.

મનુષ્ય કેવળ કર્મોનો આરંભ કર્યા વિના કર્મદોષ માંથી મુકિત પામવા રૂપ મારા નૈષ્કર્મ્ય ભાવને પામી શકતો નથી.તેમજ કર્મોના ત્યાગ માત્રથી તે સિદ્ધીને પણ પ્રાપ્ત કરતો નથી, વળી કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી કેમકે પ્રકુતિથી ઉત્પન થયેલા ગુણોથી પ્રેરાઈને દરેક મનુષ્યને પરવંશ પણે કર્મો તો કરવા જ પડે છે. જે મનુષ્ય કર્મ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી કેમકે કોઈ પણ મનુષ્યકર્મ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી કેમકે પ્રકુતિથી ઉત્પન થયેલા ગુણોથી પ્રેરાઈને દરેક મનુષ્યે પરવશ પણે કર્મો તો કરવા જ પડે છે. જે મનુષ્ય કર્મ કરનારી પાંચેય ઈન્દ્રિયોને વશમાં રાખે છે.પણ મનથી ઈન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે. એવો મુઢ બુધ્ધિવાળો મનુષ્ય પોતાની જાતને જ છે તરે છે.અને તે મિથ્યાચારી કે ઢોંગી જ કહેવાય છે. પરંતુ જે મનુષ્ય ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખી ફલશકિત રહિત થઈને સર્વ કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે, તે અતિ શ્રેષ્ઠ થાય છે. માટે તુ ઈન્દ્રિયોને વશમાં કરી તારૂ શાસ્ત્રવિધિથી નિયત કરેલ કર્મ-કર્તવ્યકર, કેમકે કર્મ ન કરવા કરતાં તો કર્મ કરવું જ શ્રેષ્ઠ છે.અને કર્મ ન કરવાથી તો તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ નહિ થાય કર્તવ્ય પાલન માટે કરેલા કર્મો સિવાયના અન્યો કર્મો મનુષ્ય સમુદાયને બંધનરૂપ થાય છે.

માટે હે કુંતીનંદન તુ ફળની ઈચ્છા ત્યજીને યજ્ઞ (કર્તવ્ય પાલન)માટે જ સારીરીતે  કર્મકર આ યજ્ઞથી તમે  દેવતાઓને સંતુષ્ટ કરો અને તે દેવતાઓ તમને સંતુષ્ટ કરે, આરીતે એક બીજાને સંતુષ્ટ કરતાં તમે સૌ પરમ કલ્યાણ પામશો. કર્તવ્ય પાલનથી વઘેલું જમનાર શ્રેષ્ઠ મનુષ્યો સર્વે પાપોથી મુકત થાય છે.પરંતુ જે પાપીઓ પોતાનાજ માટે રાંધે છે, તેઓ કેવળ પાપ જ ખાય છે.કર્મને તું વેદથી ઉત્પન થયેલ જાણ, વેદ પરમાત્માથી ઉત્પન થયેલ જાણ, માટે સર્વ વ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે.જે મનુષ્યઆ લોકમાં આ પ્રમાણે સુષ્ટિક્રમ ચલાવવા માટે વેદોએ શરૂ કરેલ યજ્ઞચક્રને અનુ સરતો નથી અને ઈન્દ્રિયોના સુખ ભોગવે છે, એવા પાપ મય જીવન જીવવા વાળાનું જીવન વ્યર્થ છે.પરંતુ જે મનુષ્ય આત્મા જ પ્રીતિ રાખવા વાળો, આત્મામાંજ તૃપ્ત થયેલો છે અને આત્મામાં જ સંતોષ પામેલો છે, તેને કંઈ કરવાનું રહેતું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.