જીઓએ વિશ્વવ્યાપી સેટેલાઇટ આધારિત કનેક્ટિવિટી આપતી લક્ઝમબર્ગની કંપની એસઇસી સાથે શરૂ કર્યું સયુંકત સાહસ
અબતક, નવી દિલ્હી :
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા-કંપની જીઓ પ્લેટફોર્મ્સે 14 ફેબ્રુઆરીએ ભારતમાં નેક્સ્ટ જનરેશન સ્કેલેબલ અને સસ્તી બ્રોડબેન્ડ સેવાઓ પહોંચાડવા માટે લક્ઝમબર્ગ સ્થિત સેટેલાઇટ સર્વિસ પ્રોવાઇડર એસઇસી સાથે ટાઇ-અપની જાહેરાત કરી હતી. રિલાયન્સના એક ફાઇલિંગમાં જણાવ્યા અનુસાર, જિયો પ્લેટફોર્મ લિમિટેડ અને એસઇસી આ સંયુક્ત સાહસમાં ક્રમશ: 51% અને 49% ઇક્વિટી હિસ્સો ધરાવશે. નિવેદન પ્રમાણે જિયો અને એસઇસીનું આ સંયુક્ત સાહસ દેશમાં સેવાઓ પૂરી પાડવા માટે ભારતમાં વ્યાપક વિકસાવશે.
જિયો અને એસઈસએસના સંયુક્ત સાહસનું નામ જિયો સ્પેસ ટેક્નોલોજી લિ. છે. આ સંયુક્ત સાહસ ભારતમાં સેટેલાઇટ ટેક્નોલોજી આધારિત ન્યૂ ઝનરેશનની રસ્તી, આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડશે
અધિકારિક નિવેદનમાં જણાવ્યા અનુસાર, “સંયુક્ત સાહસ ભારતમાં એસઇએસના સેટેલાઇટ ડેટા અને કનેક્ટિવિટી સેવાઓ પ્રદાન કરવા માટેનું માધ્યમ હશે. સિવાય કે ચોક્કસ આંતરરાષ્ટ્રીય એરોનોટિકલ અને મેરીટાઇમ ગ્રાહકો કે જેમને એસઇએસ દ્વારા સેવા આપવામાં આવી શકે છે. એસઇએસ દ્વારા તેમની પાસે 100 જીબીપીએસ ક્ષમતા સુધીની ઉપલબ્ધતા હશે અને આ બજાર તકને અનલૉક કરવા માટે જીઓની પ્રીમિયર પોઝિશન અને ભારતમાં વેચાણની પહોંચનો લાભ ઉઠાવી શકાશે.”
સંયુક્ત સાહસ દેશમાં સેવાઓ પૂરી પાડવા માટે ભારતમાં વ્યાપક ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, આ કરારનું કુલ મૂલ્ય લગભગ 100 મિલિયન ડોલર છે.
જિયો પ્લેટફોર્મના ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યા અનુસાર, “જ્યારે અમે અમારી ફાઇબર-આધારિત કનેક્ટિવિટી અને એફટીટીએચ વ્યવસાયના વિકાસને આગળ વધારી રહ્યા છીએ અને 5જીમાં રોકાણ કરી રહ્યા છીએ, ત્યારે એસઇએસ સાથેનું આ નવું સંયુક્ત સાહસ મલ્ટી-ગીગાબીટ બ્રોડબેન્ડના આ વિકાસને વધુ વેગ આપશે. સેટેલાઇટ સંચાર સેવાઓ દ્વારા ઓફર કરવામાં આવતા વધારાના કવરેજ અને ક્ષમતા સાથે જીઓ દૂરના શહેરો અને ગામડાઓ, સાહસો, સરકારી સંસ્થાઓ અને ગ્રાહકોને નવા ડિજિટલ ઈન્ડિયા સાથે જોડવામાં સક્ષમ બનશે. એસઇએસ સાથેના આ નવા સાહસ માટે અમે ખૂબ ઉત્સાહિત છીએ.” આ સંયુક્ત સાહસ સરકારની ગતિ શક્તિ પહેલ સાથે પણ સુસંગત છે, જેનો ઉદ્દેશ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.