કાલે ટુકડી થશે રવાના: બ્રિગેડિયર અજીતસિંહ, નિવૃત સુબેદાર અનિલભાઈ રાણપરીયા પણ જોડાશે
કારગીલનાં યુદ્ધને ૨૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ વિજય દિવસની ઉજવણી કરવા શ્યોર શોર્ટ વોરીયર્સનું ગ્રુપ કારગીલ જઈ શહિદ વીરોને શ્રદ્ધાંજલિ આપશે અને સાથે સાથે વીર બંધુઓનાં પરિવારને પણ મળશે. આ તકે અબતક સાથેની વાતચીતમાં રીટાયર્ડ કર્નલ પ્રકાશ વ્યાસે જણાવ્યું કે, તેઓ ખુબ જ ગર્વ અનુભવે છે કે, સૌરાષ્ટ્રની ભૂમિનાં ૧૯ દિકરા દિકરીઓએ એક સંકલ્પ કર્યો કે ૨૦ વર્ષ પહેલા પાકિસ્તાની સૈન્ય જે ભારતની કારગીલની આસપાસની ચોટી ઉપર કબજો જમાવીને બેસી ગયા હતા તેમને ખદેડવા માટે જે ભાગ ભજવ્યો અને તેમાં ૫૨૭ જવાનોએ પોતાનું બલીદાન આપ્યું તેવા શહિદો માટે આ છોકરાઓએ સંકલ્પ કર્યો અને સૌરાષ્ટ્રની ભૂમિ માટે ગર્વની વાત છે.
એમના સંકલ્પને બિરદાવવા ત્યારનાં એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર અજીતસિંહે તેમનું નેતૃત્વ સંભાળવાની એક પ્રયાણ કર્યું તેમને સાથ દેવા નિવૃત સુબેદાર અનિલભાઈ રાણપરીયા તેમનાં પત્નિ તેમજ એક એનસીસી કેડર બંસી પરસાણાનાં માતા અને પિતાએ પણ ઈચ્છા દર્શાવી કે આ દિકરા-દિકરીઓ જયાં જાય છે એમની સેફટી માટે કંપની આપવા અને આ યોદ્ધાઓને સન્માન આપવા માટે સાથ સહકાર આપીશું. અહીંયાથી આ ટુકડી ૧૭ જુલાઈનાં રવાના થશે અને પઠાણકોટ સુધી ટ્રેનમાં જશે અને સ્વખર્ચે મનાલી, લેહ, કારગીલ અને ડ્રાસમાં જે સ્મારક છે ત્યાં જઈને શ્રદ્ધાંજલી આપશે. અહીંયાથી સાથે લઈ જતાં જે ટ્રોફી બનાવી છે તેમની સેરેમની ત્યાં ઓર્ગેનાઈઝ કરશે એ ત્યાંની જે ડિવિઝન છે તેમના સાથ સહકારથી આ સેરેમનીમાં ભાગ લેશે. ૨૬ જુલાઈનાં રોજ ભારતનાં રાષ્ટ્રપતિ, ત્રણેય પાંખોનાં વડા તેમજ આર્મીનાં નઘન કમાંડનાં ચીફ લેક કોરનાં જનરલ જોશી સહિત બધા હાજરી આપશે. તેની સાથે સૌરાષ્ટ્રની ભૂમિનાં આ દિકરા-દિકરીઓ તેમજ તેમની સાથે જતાં નેતૃત્વ સંભાળતા બ્રિગેડીયર પણ ત્યાં શ્રદ્ધાંજલી આપશે. આ ગ્રુપની સાથે ત્રણ એવી વ્યકિત કે જે કારગીલ કોરનાં યોદ્ધા પોતે રહી ચુકયા છે. બ્રિગેડીયર અજીતસિંહ, કેપ્ટન ટીપુ સુલતાન અને લેફટીનલ જનરલ યોગેશકુમાર જોશી પણ જે અત્યારે લેફમાં સેવારથ છે તેનો આ ગ્રુપને પુરેપુરો સહાય રહેશે અને નિવૃત સિપાઈમાં અનિલભાઈ પણ સાથે જઈ રહ્યાં છે.