જવાનોના શોર્ય અને સાહસને બાળકોએ ડ્રામા થકી રજુ કરાયા પ્રયત્ન
દેશ માટે સામી છાતીએ લડનારા જવાનોના શોર્ય અને સાહસને રજુ કરવાનો પ્રયત્ન નચિકેતાના પ્રી – પ્રાયમરીના ભુલકાઓએ કર્યો . અભ્યાસની સાથે જરૂરી શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરતી નચિકેતામાં બાળકોને દેશની ત્રણેય સેનાઓ આર્મી , નેવી અને એરફોર્સમાં થતા કાર્યને ડ્રામા દ્વારા સમજવાનો પ્રયત્ન કરાયો . જેની પાછળ નાનપણથી જ બાળકમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તેવો હતો.નાના નાના ભૂલકાઓમાં દેશભક્તિ જાગૃત થાય તેવા આશાયથી હિંચકેતા સ્કૂલીંગ સિસ્ટમનો આ પ્રી – પ્રાયમરીના બાળકો માટેનો આ કાર્યક્રમ વાલીઓમાં પ્રશંસા પામ્યો હતો . આ કાર્યક્રમ માટે પ્રી – પ્રાયમરીના શિક્ષકો અને પ્રિન્સિપલ કૃપાબેન મહેતા એ ખૂબ જહેમત ઉઠાવી હતી.