બોલિવુડની ફેમ એક્ટ્રેસ કરીના કપૂર જેને આપણે બેબો તરીકે ઓળખીયએ છીએ. થોડા સમયથી કરીના કપુર પોતાના ચહેરા પરના ગ્લોના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પ્રેગનેન્સીનાં કારણે તેના ચહેરો વધુ ગ્લો કરી રહ્યો હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. રિસર્ચ પ્રમાણે, ફકત કરીના કપૂર જ નહિ કોઈ પણ મહિલાની સ્કિન ગર્ભાવસ્થા દરમિયાન ગ્લો કરે જ છે.
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના હોર્મોન્સમાં ફેરફાર થાય છે. આ સમયગાળા દરમિયાન સગર્ભા સ્ત્રીના શરીરમાં લોહી, ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે. નિષ્ણાતો અનુસાર, જ્યારે ત્વચામાં લોહીનું પરિભ્રમણ વધુ થાય છે ત્યારે ત્વચા વધુ ગ્લો કરે છે અને સુંદર લાગે છે સાથે જ ત્વચાના કોષોની સંખ્યામાં પણ વધારો થાય છે જે રૂખી અને શુષ્ક સ્કિનને ગ્લોઇંગ સ્કીનમાં ફેરવે છે.
૧.હોઠ ગુલાબી થાય છે :
આંતરસ્ત્રાવીય બદલાવને લીધે, સગર્ભા સ્ત્રીના હોઠ વધુ ગુલાબી રંગના અને નરમ બને છે.
૨.વાળ ઘટાદાર અને કાળા બને છે
ગર્ભાવસ્થા દરમિયાન વાળને પણ ફાયદો થાય છે. વાળ ચળકતા અને જાડા બને છે અને ખરતાં પણ અટકે છે.
3.નખ વધુ સુંદર અને મજબૂત બને છે :
ગર્ભાવસ્થા દમિયાન નખ પણ સુંદર અને મજબૂત બને છે. નિષ્ણાતોના મતે, આ પરિવર્તન માટે એસ્ટ્રોજન જવાબદાર છે. જોકે, આ બધા પરિવર્તન બધી મહિલાઓમાં થતા નથી.
૪.સ્તનનું કદ વધે છે :
ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ શરીરમાં વધવાથી સ્તનના કદમાં વધારો થાય છે. આ હોર્મોન્સ લેક્ટોજેનેસિસના પ્રારંભિક ફેરફારો શરૂ કરવા માટે સ્તનની પેશીઓ પર કામ કરે છે. દરેક સ્ત્રીના સ્તનમાં અલગ બદલાવ આવે છે. આ સાથે, સ્તનના નીપ્લના રંગમાં પણ ફેરફાર જોવા મળે છે.