શુક્રવારે સ્થાનકવાસી જૈન સમાજની સંવત્સરી: દેરાસરોમાં પ્રતિક્રમણ સહિતના ધાર્મીક કાર્યક્રમો
જૈન સમાજના પાવનકારી પર્યુષણપર્વના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. સતત દશ-દશ દિવસ સુધી મહાવીર સ્વામી ભગવાનની ઉગ્ર તપસ્યા કર્યા બાદ જૈનો સંવત્સરીની ઉજવણી કરશે ભાદરવા શુદ-૫ એટલે કે આવતીકાલે દેરાવાસી જૈન સમાજની સંવત્સરી છે જયારે શનિવારે સ્થાનકવાસી જૈન સમાજની સંવત્સરી ઉજવાશે. જૈન સમાજ દરેક જીવોને ખમવશે અને વર્ષ દરમિયાન જાણતા અજાણતા થયેલી ભૂલોની માફી માગશે કાલે સાંજે દેરાસરોમાં પ્રતિક્રમણ બાદ મીચ્છામી દુકકડમ કરી સર્વને ખમૈયા કરાવશે
રોયલ પાર્ક – શેઠ ઉપાશ્રયના આંગણે વીર પ્રભુના વધામણ
રોયલ પાર્ક સ્થાકવાસી જૈન મોટા સંઘ તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે સંયુકત ચાતુર્માસ માટે અપૂર્વશ્ર્વત આરાધીકા પૂ. લીલમબાઇ મહાસતીજીના સુશિષ્યા સાઘ્વીરત્ના, પૂ. દિિક્ષતાબાઇ મ. તથા ડો. પૂ. પન્નબાઇ મ. તથા પૂ. ચાંદનીબાઇ મહાસતીજીઓ બિરાજમાન છે. તેમની નિશ્રામાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ‘વીર પ્રભુના વધામણા’નો ચૌદ સ્વપ્ન નો નાટિકાનો કાર્યક્રમ તથા ઉછામણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠનો પૌત્ર પ્રથમ દેવર્ષ શેઠ ઉપાશ્રયમાં તથા બીજો પૌત્ર દેવાંગ વર્ધમાન ની બાળ ભૂમિકા ભજવેલ અને માતા ત્રિશલાનો ચૌદ સ્વપ્ન બાદ વીર પ્રભુની પધરામણી થતા વીરના વધામણા કરવામાં આવ્યા હતા. સ્વપ્નની ઉછામણીમાં લક્ષ્મીજીનું સ્વપ્નનો લાભ રાજુભાઇ શાહ એ તથા અન્ય ત્રણ સ્વપ્નનો લાભ રાજુભાઇ મીઠાણીએ લીધો હતો. રોયલ પાર્ક તથા શેઠ ઉપાશ્રયનું સંયુકત સંઘ જમણ રવિવાર તા. ૨૭ ના રોજ નંદવાણા બોડીંગ, જાગનાથ પ્લોટમાં રાખવામાં આવ્યુ છે.
નાલંદા તીર્થધામમાં સંવત્સવરી મહાપર્વની ધર્મ આરાધના: રવિવારે સમુહ પારણા
ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સંવત્સરી મહાપર્વ નિમિતે ધર્મ આરાધનાઓ થશે. જેમાં સવારે ૮.૩૦ કલાકે ભકતામર પાઠ જાપ, ૯.૩૦ કલાકે ચાલો જઇએ ક્ષમાના શિતલ ઝરણે ઉપર લાક્ષાણિક શૈલીમાં પ્રવચન ૧૦.૧૫ કલાકે ભકિતરસ તથા લાખેણાં ઇનામો તથા વ્યાખ્યાન અને પૂ. મોટા મહાસતીજીનું જીવંત માંગલીક સંભળાવવામાં આવશે. સાંજે ભાઇઓ-બહેનો પ્રતિક્રમણની વ્યવસ્થા કરવામાં આવેલ છે.રવિવાર સવારે ૮.૩૦ કલાકે સમુહ ક્ષમાપના, ૮.૪૫ કલાકે તપસ્વીઓના સમુહ પારણાં જેમણે નાલંદા તીર્થધામમાં તપસ્યા કરી હોય તેવા તપસ્વીઓના સમુહ પારણાં છે.
સ્થાનકવાસી જૈન મોટાસંઘમાં હર્ષોલ્લાસપૂર્વક પર્યુષણ પર્વની આરાધના
પ્રવચન પ્રભાવક પૂ.ભાનુબાઈ મ.સ.ના મંગલ સાંનિધ્યે વિરાણી પૌષધશાળામાં પર્યુષણ પર્વની ઉજવણી ખુબ જ ઉલ્લાસપૂર્વક ચાલી રહી છે. સવારથી સાંજ વિવિધ કાર્યક્રમોથી ઉપાશ્રય ગાજતો રહે છે.પર્યુષણ પર્વ દરમ્યાન પૂ.ભાનુબાઈ મ.સ.તથા પૂ.ઈન્દુબાઈ મ.સ.ની વિવિધ વિષયો પર પ્રવચનમાળા ચાલે છે. પ્રવચન પ્રભાવક પૂ.ભાનુબાઈ મ.સ.ના લાક્ષણિક શૈલીથી ફરમાવેલ પ્રવચનો પ્રેરણાના પાથેય‚પ બની રહ્યા છે.તપમાં શ્રેષ્ઠ બ્રહમચર્ય તપએ ભગવાનની વાણી અનુસાર યાવત્ જીવન બ્રહ્મચર્યના પચ્ચક્રખાણ પૂ.અરવિંદાબાઈ મ.સ.ના સંસારી ભત્રીજી સપનાબેન ગૌરવભાઈએ કર્યા બાદ દીવે દીવો પ્રગટે તેમ પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.ના સંસારી ભાઈ-ભાભી કલ્પનાબેન જયંતિભાઈ દેસાઈએ ૧૫ ઓગસ્ટે યાવત્ જીવનના પચ્ચક્રખાણ કર્યા તેમજ શોભનાબેન હિતેન્દ્રભાઈ દોશીએ મહાવીર જયંતીના દિને યાવત જાવન બ્રહ્મચર્યના પચ્ચક્રખાણ કરી મહાવીર જયંતિની ઉજવણી કરી હતી. પયર્ુષણ પર્વ દરમ્યાન જૈન શાળાના બાળકોએ મેળાવડામાં ગીત-સંવાદની સુંદર રજુઆત કરી હતી. મહિલા મંડળના બહેનોએ ‘ આ છે યશોદા અમારા’ સંવાદ રજુ કરીને સૌને ભાવવિભોર બનાવી દીધા હતા. આવતીકાલે ડો.મયુરીબેન વિરાણી પૌષધ શાળામાં વ્યાખ્યાન બાદ સવારે ૧૦:૩૦ કલાકે સ્વાઈન ફલુના પ્રતિરોધક હોમિયોપેથીક દવાના ડોઝનું વિતરણ કરવાના છે. તેમ સ્થાનકવાસી જેન મોટાસંઘની યાદીમાં જણાવાયું છે.