સેલવાસ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત લુહારી પ્રાથમિક ગુજરાતી શાળામાં ડિફેન્સ ફોર મી, ડિફેન્સ ફોર ઓલ, માવલી સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે કરાટે કલાસ યોજાયા હતા જેમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ લગભગ ૩ મહિના સુધી તાલીમ મેળવી હતી.
તાલીમ વર્ગના સમાપન પ્રસંગે પ્રશિક્ષણાર્થીઓને માવલી સેવા સમિતિના અધ્યક્ષ ઉમેદ પટેલ અને તેની ટીમ દ્વારા પ્રમાણપત્ર અપાયા હતા. આ પ્રસંગે થાપાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં મહિલાઓને કરાટેનું જ્ઞાન હોવું જરૂરી છે. જેથી તેમનું અને પરિવારનું રક્ષણ કરી શકે.