છેલ્લા દિવસના નિર્માતાએ કરી પ્રોજેકટની જાહેરાત: ફિલ્મના કલાકારોની ટીમ ‘અબતક’ના આંગણે
અતિ સફળ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’નાં નિર્માતાઓ, બેલ્વેડર ફિલ્મ્સે આગામી ફિલ્મ ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’ માટે અનંતા પ્રોડકશન્સ અને જોડાણ કર્યું છે, જે મે મહિનામાં રીલિઝ શે. વડોદરામાં માંજલપુર, બીએમસીની ઓફિસ અને રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં શૂટ યેલી ફિલ્મ જાહેર શૌચાલયની સારસંભાળ રાખનાર અને સમાજનાં અલગ તબક્કાની છોકરીની પ્રેમગાા પ્રસ્તુત કરે છે, જે સમાજમાં પ્રવર્તમાન પૂર્વ ધારણાઓ અને ભેદભાવોને અસરકારક રીતે રજૂ કરે છે. જયારે ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’ સમાનતાનો મજબૂત સામાજિક સંદેશ આપશે, ત્યારે તે છેલ્લા દિવસનાં પ્રશંસકો માટે ઘણી કોમેડી પણ પ્રસાદ કરશે.
આ પ્રસંગે ફિલ્મના ડિરેકટર ક્રિષ્નદેવ યાજ્ઞિકે કહ્યું હતું કે, “કરસનદાસ-પે એન્ડ યુઝ આ વિષય પર બનેલી સૌપ્રમ ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મ દર્શકોને વિચારતા કરશે, હસાવશે અને સો સો રડાવશે. આ સ્ટોરી પૂર્વધારણો અને ભેદભાવો પર પ્રેમના વિજયને પ્રદર્શિત કરે છે. મને ખાતરી છે કે લોકોને અમારા મુખ્ય કલાકાર મયુર ચૌહાણ અને દીક્ષા જોશીનો અભિનય પસંદ પડશે. દર્શકોને ‘છેલ્લો દિવસ પછી બહુ અપેક્ષાઓ છે અને અમે આ અપેક્ષાઓ પૂર્ણ કરવા ઘણી મહેનત કરી છે.
‘કરસનદાસ-પે એન્ડ યુઝ’ માટે અનંતા પ્રોડકશન બેલ્વેડર ફિલ્મ્સ સો જોડાણ કર્યું છે અને યિેટરના પ્રતિભાશાળી કલાકારો પાસેી કામ લીધું છે. માઈકલ ઉર્ફે મયુર ચૌહાણ અને દીક્ષા જોશી ફિલ્મના મુખ્ય કલાકારો છે. સાી કલાકારો ચેતન દાઈયા, હેમાંગ શાહ અને જય ભટ્ટ છે, જેઓ યિેટર, ગુજરાતી ફિલ્મો અને ટીવી ધારાવાહિકોમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. સંગીત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ સંગીતકારો કેદાર અને ભાર્ગવે આપ્યું છે.
મુખ્ય કલાકાર અને છેલ્લો દિવસમાં નરેશની ભૂમિકામાં પ્રશંસા મેળવનાર માઈકલ ઉર્ફે મયુર ચૌહાણે કહ્યું હતું કે, “આ સ્ટોરી જાહેર શૌચાલયનાં યુવાન કામદારની છે, જે ભેદભાવનો ભોગ બને છે અને સમાજમાં જાતિજ્ઞાતિને આધારે ફેલાયેલી નફરતી પીડિત છે. ફિલ્મ મજબૂત સંદેશ આપશે કે દરેક મનુષ્ય સમાન છે અને પ્રેમને કોઈ સરહદ હોતી ની. પણ મારે તમને ખાતરી આપવી છે કે છેલ્લો દિવસનાં પ્રશંસકો માટે ઘણું મનોરંજન છે.
ફિલ્મમાં મધ્યમ વર્ગની સરળ યુવતીની ભૂમિકા ભજવતી દીક્ષા જોશીએ કહ્યું હતું કે, “સમાજના તમામ વર્ગના દર્શકો ફિલ્મ સો જોડાશે. મને ફિલ્મમાં સામાજિક સંદેશ જે રીતે રજૂ કરવામાં આવ્યો છે એ બહુ પસંદ પડયો છે, જે દર્શકોને હસાવવાની સો તેમને સમાનતાની જ‚રિયાતનો સંદેશ આપશે.