જૂના-નવા ગીતો કરાઓકે ટ્રેક ઉપર વિવિધ કલાકારોએ સુર રેલાવ્યા

સંગીતપ્રીય નગરી રાજકોટની અંદર  અનેક સંગીપ્રીય સીંગરો પોતાના મધુર કંઠ નો લાભ પ્રજાજનો ને આપી ર હયા છે. આવો જ એક અનોખો સંગીતનો કાર્યક્રમ રાજકોટ સીંગર્સ કરાઓકે ગૃપ તથા રૂષભ-વાટિકા આયોજીત જૂના નવા ગીતો કરાઓકે ટ્રેક ઉપર  વિવિધ કલાકારોએ રૂષભ-વાટિકા ખાતે માણ્યો.

આ કાર્યક્રમની અંદર  રાજકોટના ઘણાબધા પ્રખ્યાત ગૃપના કલાકારો એ હાજરી આપી હતી. ચંદ્રકાંતભાઈ શેઠ, શોભનાબેન વિઠલાણી, કિશોર ભાઈ મંગલાણી, ડો. દિનેશભાઈ શ્રીમાંકર , બિપીનભાઈ કોટક, ઈશ્ર્વર સિંહજી જાડેજા, મમતાબેન મંગલાણી, ગીતાબેન ભટ્ટ, હીનાબેન કોટડીયા, નીતાબેન ઉપાધ્યાય, ડો. ઉમંગ સિંહોરા વિ. સહિતના વિવિધ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરેલ હતુ. રૂષભ વાટીકામાં દર  મહીને અલગ અલગ સંગીતપ્રીય ગૃપો ના સારા સારા કલાકરો માટે પ્રોગ્રામો નું આયોજન કર વામાં આવે છે જેમાં એન્જીનીયર્સ, ડોકટરો, બિલ્ડર્સ, વકીલો, વિ. આ સંગીતમય કાર્યક્રમમાં જોડાઈ છે તેમજ રાજકોટની જન્તા આ સંગીત ના કાર્યક્રમો વ્યવસ્થિત માણતી હોઈ છે. શોભનાબેન વિઠલાણી દ્વારા આયોજીત અને શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ દ્વારા સંકલીત આ સુમધુર  કાર્યક્રમની અંદર  ઘણાબધા સીંગર્સએ ભાગ લીધેલ હતો.

આ કાર્યક્રમમાં શોભનાબેન વિઠલાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, ભર તભાઈ શુકલા, પંકજભાઈ ભોજાણી, મહેશભાઈ ચાવડા, ડો. દિનેશભાઈ શ્રીમાંકર , અંક્તિભાઈ ત્રિવેદી, રાજુભાઈ સોની, પ્રિતીબેન ભટ્ટ, ડો. રંજનાબેન શ્રીમાંકર , ડો. ઉમંગ સિંહોરા, દમ્યંતિબેન પોપટ, ડો. આશિતભાઈ ભટ્ટ, સોનલબેન ચાવડા, મયુર ભાઈ કોટક, હાર્દિકભાઈ ઝવેરી, સ્મૃતિબેન જોષી, હર્ષિતભાઈ જોગીયા, ફાલ્ગુનીબેન ચંદારાણા, કિશોર સિંહજી જેઠવા,  વિ.એ સુમધુર  કંઠ દ્વારા ગીતો પીર સાવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.