મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત મેરા ટેલેન્ટ મેરી પહેચાન અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન બાલભવન ખાતે કરવામાં આવેલ છે. જેમાં ગઇકાલે કારાઓકે ફિલ્મીગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના સમયે પ્રાથમીક વિભાગ કોલેજ વિભાગ તેમજ સ્ટાફ અને બપોર પછીના સમયે માઘ્યમિક ઉચ્ચતર માઘ્યમિક વિઘાર્થીઓએ પોતના ગીત ટ્રેક પર રજુ કર્યા હતા.
આ સ્પર્ધામાં પ્રાથમીક વિભાગમાં પ્રથમ, જગદગુરુ પ્રાથમીક શાળાના વિઘાર્થી ગોહેલ બંટી, દ્વિતીય સદગુરુ પ્રાથમીક વિઘાલયના વિઘાથી પાટડીયા ક્રીશ, તૃતીય લાલબહાદુર શાસ્ત્રી ઇગ્લીશ મીડીયમ ના વિઘાર્થી સાદીકોટ સકીના આવેલ હતા. માધયમિક વિભાગના પ્રથમ લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિઘાલયના વિઘાર્થી નળીયાપરા માના, દ્વિતીય લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિઘાલયના વિઘાર્થી રાઠોડ મિરલ, તૃતીય માતૃમંદિર ઇગ્લીશ મીડીયમના વિઘાર્થી ચૌહાણ સિઘ્ધાર્થ આવેલ હતા.
ઉચ્ચતર માઘ્યમીક વિભાગમાં પ્રથમ માતૃમંદિર ઇગ્લીશ મીડીયમના વિઘાર્થી હથિયારી અદનાન, દ્રિતીય આર.એમ. છાયા ક્ધયા વિઘાલયના વિઘાર્થી ગોહેલ કિરણ અને તૃતીય આર.એમ. છાયા ક્ધયા વિઘાલયના વિઘાર્થી ભટ્ટ વૈશાલી આવેલ હતા. તેમજ બેસ્ટ સિંગર ની પદવી માતૃમંદીર ઇગ્લીશ મીડીયમ ના વિઘાર્થી સૌની શૈલેષ એ પ્રાપ્ત કરી હતી.
કોલેજ વિભાગમાં પ્રથમ જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિઘાર્થી રાબડીયા ભાવિન દ્વિતીય એમ.જે. કુંડલીયા કોલેજના વિઘાર્થી ભટ્ટ વંદના તૃતીય જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિઘાર્થી ભટ્ટી રાહુલ આવેલ હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તેમજ નંબર મેળવનાર સ્પર્ધકોને મનસુખભાઇ જોશી અને ડો. અલ્પેશબેન ત્રિવેદી અભિનંદન પાઠવ્યા હતા.