પ્રથમ ર00 એન્ટ્રી સ્વીકારવામાં આવશે
રાજાણી નગરી રાજકોટમાં રોયલ એકેડમી ઈન્ડિયા ના ચંદ્રકાંતભાઈ શેઠ અને સીટી ડેન્ટલ હોસ્પીટલના ડો. આનંદ જસાણી તથા રશ્મીબેન જસાણી દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર કચ્છના સિંગર્સને વિશાળ પ્લેટફોર્મ મળી શકે તેના માટે કરાઓકે કોમ્પીટીશન તા. 04/03/ર0ર3 ને શનિવારના રોજ સાંજે 8:00 કલાકે (એન્ટ્રી 7:30 કલાકે) હેમુગઢવી હોલમાં ખૂબજ મોટા પાયે આયોજન કરવામાં આવેલ છે. તેમાં સૌને કરાઓકે માં ગાવા માટે નું સારૂ એવું મોટું પ્લેટફોર્મ મળી રહેશે અને તે પણ બિલકુલ ફ્રી માં.
આ કોમ્પીટીશન દ્વારા ખાસ નવા નવા યંગસ્ટર્સ ને પ્રોત્સાહિત કરવામાં આવશે. બાળકોથી લઈને વડીલોને પણ ખૂબજ પ્રોત્સાહન મળશે.આ કરાઓકે કોમ્પીટીશનમાં મુખ્ય મહેમાનો કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી કે જેને સર્વશ્રેષ્ઠ બજેટ રજુ કરનાર શ્રી વજુભાઈ વાળા સાહેબ તથા રાજકોટ નગરીને ભવ્ય ટચ આપનાર મેયરશ્રી પ્રદીપભાઈ ડવ તથા ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહેશે.
કરાઓકે કોમ્પીટીશનમા પધારવા માટે તા. 0ર/03/ર0ર3 ને ગુરુવાર સુધીમાં પાસ સીટી ડેન્ટલ હોસ્પીટલ, વિરાણી ચોક, રાજકોટ અને રોયલ એકેડમી ઈન્ડીયા, સી-903, ઈમ્પીરીયલ હાઈટસ, બીગ બજાર સામે, 1પ0 ફુટ રોડ રાજકોટ ખાતે મેળવી લેવા વિનંતી. દરેક આમંત્રિતોને વહેલા તે પહેલા ના ધોરણે પોતાનું આસન ગ્રહણ કરી લેવા નમ્ર વિનંતી છે. આ ટોપ 10 કાર્યક્રમની અંદર સેવા આપનાર ફાઈનલ રાઉન્ડ ના જજ ડો. કિંજલ પરમાર, પ્રિતીબેન ભટ્ટ, રાજેશભાઈ વ્યાસ, કીશોરભાઈ મંગલાણી, જયંતભાઈ જોષી, પારૂલબેન જોષી, ડો. દિનેશ શ્રીમાંકર, નીતાબેન વસાવડા, અનુપાબેન દેસાઈ તેમજ જયુરીમાં ચંદ્રકાંતભાઈ શેઠ, મધુકરભાઈ મહેતા, રવિભાઈ ભટ્ટ, ડો. આનંદભાઈ જસાણી અને રશ્મીબેન જસાણી ઉપસ્થિત રહેશે. ફાઈનલ રાઉન્ડ માટે નિર્ણાયક તથા જયુરી નો નિર્ણય માન્ય રાખવાનો રહેશે.
આ કોમ્પીટીશનમાં ર – કેટેગરી રાખવામાં આવેલ છે. 8બ9 ઉંમર – 10 થી 40 વર્ષ ના ભાઈઓ-બહેનો 8ખ9 ઉંમર – 41 વર્ષ થી ઉપરના ભાઈઓ-બહેનો તેમજ નિયમોનો ભંગ કરતા હશે તેને કોમ્પીટીશનમાં રાખવામાં આવશે નહી. ફાઈનલ કાર્યક્રમમાં જેના નંબર 1 થી 3 આવેલા હશે તેને સીટી ડેન્ટલ હોસ્પીટલ તરફથી અને રોયલ એકેડમી ઈન્ડિયા દ્વારા બિરદાવીન ને પ્રોત્સાહિત ઈનામ અને સર્ટીફીકેટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં 1રપ ઉપરાંત કરાઓકે સિંગર્સનું ગૃપ ધરાવનાર શોભનાબેન વિઠલાણીની સુપુત્રી કુમારી કરીશ્મા વિઠલાણી કે જેને નૃન્ય કથકમાં અલંકાર કરી પદવી પ્રાપ્ત કરેલ છે જે નૃત્ય માટે સરાહનીય છે તે કૃષ્ણ નૃત્ય નું પરફોમન્સ રજુ કરશે.
આ કરાઓકે કોમ્પીટીશન ની જરૂરી તથા વિશેષ માહિતી માટે મો. 74330 33પ48 (સંદીપભાઈ) અને 93741 177પ4 (મધુકરભાઈ મહેતા) ઉપર સંપર્ક કરવા વિનંતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ સંગીતમાં ઘણાબધા ગૃપમાં સક્રિય છે અને સિંગર્સને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને આ અનેરો કાર્યક્રમ આયોજકો દ્વારા કરવામાં આવેલ છે જેમાં પ્રથમ ર00 સુધીની એન્ટ્રી આવકાર્ય છે.આ સમગ્ર કાર્યક્રમના આયોજક રોયલ એકેડમી ઈન્ડિયા ના શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ અને રૂષભભાઈ શેઠ તેમજ સીટી ડેન્ટલ હોસ્પીટલના ડો. આનંદ જસાણી તથા રશ્મીબેન જસાણી છે.