ઝાકમઝોળ રોશની – મહાનુભાવોનો મેળાવડો બન્યો સામાકાંઠાનો ઉત્સવ
ચિ.કરણ, ભુપતભાઇ બાબુતરની પુત્રી ચિ. અંજલીને હેલિકોપ્ટરમાં જાન લઇ પરણવા ગયો
કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ, અને ગમન સાંંયલ (ભુવાજી)એ દાંડીયા રાસમાં જમાવ્યો રંગ: સત્કાર સમારોહમાં કિંજલ દવેની જમાવટ
અંજલીબેન રૂપાણી, મંત્રી જયેશભાઇ રાદડીયા, મેયર બીનાબેન આચાર્ય, નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, સી.પી. મનોજ અગ્રવાલએ નવદંપતીને આર્શીવચન પાઠવ્યા
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.પ ના સીનીયર નગર સેવક સામા કાંઠાના સાવજ અને કે.ડી.ના ઉપનામથી જાણીતા અનિલભાઇ રાઠોડના લાડકવાયા પુત્ર ચિ. કરણના લગ્નમાં રજવાડી ભપકો જોવા મળ્યો હતો. રજવાડાના ઠાઠને પણ ઝાંખો પાડી દે તેવો માહોલ હતો ઝાકમઝોળ રોશની અને મહાનુભાવોનો મેળાવયો જાણે સામા કાંઠાનો પ્રસંગ બની ગયો હોય તેવું લાગી રહ્યું હતું.
રાઠોડ અને બાબુતર પરિવારને આંગણે રૂડો અવસર કરણ અને અંજલીના લગ્નોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. ત્રણ દિવસ સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ નં.પ ના કોર્પોરેટર અનિલભાઇ રાઠોડનો પુત્ર કરણ અને ભુપતભાઇ બાબુતરની પુત્રી અંજલીના લગ્ન ૩ ફેબ્રુઆરીથી પ ફેબ્રુઆરી સુધી યોજાયા હતા. પ્રથમ દિવસે દાંડીયા રાસમાં કીર્તીદાન ગઢવી, દેવાયત ખવડ સાંયલ (ભુવાજી) એ ઉ૫સ્થિત લોકોને મનભરી ઢોલના તાલે ડોલાવ્યા હતા. બીજા દિવસે હેલિકોપ્ટરમાં કરણની જાન પહોંચી હતી.
જયારે અંતિમ દિવસે રીસેપ્શનમાં કિંજલ દવેએ ભારે જમાવટ ભરી હતી. નવયુગલોને આશીર્વાદ આપવા મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ભાજપના અગ્રણી નેતા નીતીનભાઇ ભારદ્વાજ, રમેશભાઇ રુપાપરા, ધનસુખ ભંડેરી, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ, બકુલભાઇ સોરઠીયા, વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, ધારાસભય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, ડે.મેયર અશ્ર્વિન મોલીયા, પક્ષના નેતા દલસુખ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, ભાનુભાઇ મહેતા, રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ. ગઢવી, પીએસઆઇ અતુલ સોનારા, રીબડાના અનિરુઘ્ધસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, પી.ટી. જાડેજા, ગજુભાઇ રાઠોડ, ભુપતભાઇ બોદર, એટવોકેટ દિલીપ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, વશરામભાઇ સાગઠીયા, ઇન્દ્રનીલભાઇ રાજયગુરુ, પત્રકાર જગતના શ્રેષ્ઠીઓમાં ચંદ્રેશભાઇ જેઠાણી, કાનાભાઇ બાંટવા, નરેન્દ્રસિંહ જાડેજા, દિપકભાઇ રાજાણી, જયદેવસિંહ જાડેજા તે ઉપરાંત પૂર્વ મેયર રક્ષાબેન બોરીયા, યુસુફભાઇ જુણેજા, બિલ્ડર દાનભા દોમડા, હિતુભા ડીસા, મનોજભાઇ રાજદેવ, મનીષભાઇ રાજદેવ, અજીતસિંહ ચૌહાણ, રેન્જ આઇજી ભાવનગર સંદીપસિંહ જોઇન્ટ પોલીસ કમિશ્નર અમદાવાદ હર્ષદભાઇ પટેલ કસ્ટમ ઓફીરસ નરેન્દ્રસિંહ જાડેજા, સુરત ક્રાઇમ બ્રાન્ચના સરવૈયા સાહેબ, નારણ ભગત ગેડીયા, ધનરાધામપુરી, દેવુરભકત, મુન્નાબાપુ, ગોપાલ ભકત નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. પરિવારના મોભીઓમાં પારસ રાઠોડ, રાજ રાઠોડ, દિનેશભાઇ રાઠોડ, પિન્ટુ રાઠોડ, પ્રતિક રાઠોડ, દેવાંગ રાઠોડ, જીજ્ઞેશ રાઠોડ, જયમલ રાઠોડ ઉપરાઁત વિરમભાઇ બાબુતર, કાલાભાઇ બાબુતર, સંજયભાઇ બાબુતર, જગમાલ બાબુતર, વી.એમ. ગ્રુપ, રાજુ રુપમ, શૈલેષ પોબારી (રુપમ ગ્રુપ) કલ્પેશ પોબારી સહીતના લોકો ઉ૫સ્થિત રહી લગ્નોત્સવમાં નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા.