બોલે ચૂડીયા, બોલે કંગના હાય મેં હો ગઇ, તેરી સાજના
બોલે ચૂડીયા, બોલે કંગના, હાય મેં હો ગઇ તેરી સાજના, શાવા શાવા, સૂરજ હુખા મઘ્ઘ્મ, ચાંદ જલને લગા, કહે દો ના યૂ આર માય સોનિયા જેવા લોકપ્રિય ગીતોવાળી પારિવારિક ફિલ્મ કભી ખુશી કભી ગમ ૨૦૦૧માં ડીસેમ્બરમાં રીલીઝ થઇ હતી.
ખુબીની વાત એ છે કે આ ફિલ્મમાં બધા જ સુપરસ્ટાર હતા.અમિતાભ બચ્ચન, જયા, શાહરુખ ખાન, કાજોલ, હ્રતિક રોશન, કરીના કપુર આ સિવાય ફરીદા જલાલ, અલોક નાથ, જહોની લીવર વિગેરેએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આટલા બધા કલાકારોનો શંભુમેળો કરન જોહન જ સાચવી શકે. કરન જોહનને ત્યારે અંગ્રેજી આલ્ફાબેટ ‘કે’ નું વળગણ હતું.
ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ભારતમાં જેટલી ચાલી તેના કરતા વિદેશમાં વધુ ચાલી હતી. એન.આર.આઇ. સમુદાયે આ ફિલ્મને હાથોહાથ વધાવી લીધી હતી.
આ ફિલ્મમાં કરીના કપૂરનું પાત્ર ‘પૂ’એટલે કે પૂજા યંગ સ્ટર્સમાં ખૂબ જ લોકપ્રિય થયું હતું. તો હાર્ટથ્રોબ હ્રતિક અને સુપરસ્ટાર શાહરુખ પ્રથમવાર પડદા પર સાથે જોવા મળ્યા હતા.