‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મથી કરન દેઓલનું બોલિવુડમાં પદાર્પણ
સની દેઓલે ૧૯૮૩માં બ્લોકબસ્ટર ફિલ્મ બેતાબથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી ત્રીસ વર્ષ બાદ હવે તેનો પુત્ર કરન દેઓલ પણ બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. સની દેઓલ તેના દિકરા કરનને ‘પલ પલ દિલ કે પાસ’થી લોન્ચ કરી રહ્યો છે. સનીએ પોતાની સફરની વાત કરતા જણાવ્યું કે હું જયારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવ્યો ત્યારે હું માનસીક રીતે તૈયાર હતો અને મને વિશ્વાસ છે કે મારો દિકરો કરન પણ અમારી જેમ જ બોલિવુડમાં છવાશે અને તેને આગવી ઓળખ ઉભી કરશે.
વધુમાં સનીએ જણાવ્યું કે, એક પિતા તરીકે હું હંમેશા તેની સાથે છું પણ હું તેનું કામ ન કરી શકું કે તેના માટે ફિલ્મોની પસંદગી ન કરી શકું હવે તેણે તેની જાતને કેવી રીતે પ્રેઝન્ટ કરવી તે તેના ઉપર છે.
ઉલ્લેખનીય છેકે ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મનું નામ દાદા ધર્મેન્દ્રની ફિલ્મ ‘બ્લેકમેઈલ’ના ગીતની એક કડી પરથી રાખવામાં આવ્યું છે. કરણે સની, બોબી અને ધર્મેન્દ્ર અભિનિત ફિલ્મ યમલા પગલા દીવાના ૨માં નિર્દેશક સંગીત શિવનના સહાયક તરીકે કામ કર્યું છે. જયારે ‘પલ પલ દિલ કે પાસ’થી હવે તે રૂપેરી પડદે અભિનેતા તરીકે પદાર્પણ કરી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરને હોમપ્રોડકશનની સાથે સાથે યશરાજ ફિલ્મની અન્ય ત્રણ ફિલ્મોમાં પણ કામ કરવાની તૈયારી બતાવી છે. આ અંગે વધુ જણાવતા સની દેઓલે કહ્યું કે આ વાત તદ્ન ખોટી છે. અત્યારે કરનને ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા જ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કોઈ ગમે તે કરે પણ સત્ય વાત એ છે કે અમે તેને લોન્ચ કરી રહ્યા છીએ.
તો હવે સ્ટાર પુત્રોની હરોળમાં આવતા કરનને પણ બોલીવુડમાં શાહખખાન, રિશીકપૂર, બોબી દેઓલ દ્વારા વાર્મ વેલકમ કહેવામાં આવી રહ્યું છે. જો કે આ પ્રસંગે દાદા ધર્મેન્દ્ર પૌત્રના લોન્ચીંગની વાતથી જ ખૂબજ ખુશ છે. તેઓ કહે છેકે મનેખાત્રી છે કે તેને સફળતા મળશે અને તેનો કોન્ફીડન્સ વધશે મને આશા છેકે તે બોલિવુડમાં તેની અલગ ઓળખ ઉભી કરશે.