પ્રોડયુસર, ડાયરેકટર, મેન્ટર, એન્કર, એકટર , રાઈટર, ડ્રેસ ડીઝાઈનર, ઈન્ટીરીયર ડીઝાઈનર બાદ હવે કરન જોહર આર.જે.ની ભૂમિકામાં!
બોલીવૂડમાં કરન જોહર એક તાકાતવાળી શખ્સિયત છે. કહે છે કે વર્તમાન સમયમાં બોલીવૂડમાંથી અગર કરન જોહરની બાદબાકી થઈ જાય તો સમસ્યા ખડી થઈ જાય.
કરન જોહરના હાથમાં જે રેખાઓ છે. તેમાં ધનલાભની રેખા ખૂબ જ લાંબી અને સ્પષ્ટ છે. અત્યાર સુધીની ભારતીય સિનેમાની સૌથી વધુ સફળ ફિલ્મ ‘બાહુબલી’ને બોલીવૂડમાં પેશ કરનારો કરન છે. તેણે કલા અને વેપારનું સા‚ં કોમ્બિનેશન કર્યું છે.
એક સમયનો આ જાડીઓ છોકરો હિન્દી સિનેમાનો નંબર વન પ્રોડયુસર બની ગયો છે. એકવાર તેના પિતા સ્ટુડીઓની બહાર રસ્તા પર અમસ્તા જ ઉભા હતા ત્યારે કોઈએ પૂછયું કે યશજી તમે રસ્તા પર કેમ ઉભા છો? ત્યારે તેમણે મજાકમાં કહ્યું હતુ કે મારો દીકરો કરન જે પ્રકારની ફિલ્મ બનાવી રહ્યો છે તેના પરથી મને લાગે છે કે મારે રસ્તા પર જ આવી જવું પડશે. બાય ધ વે, ત્યારે કરન જોહર તેની પ્રથમ ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ બનાવી રહ્યો હતો. એન્ડ રેસ્ટ ઈઝ ધ હીસ્ટરી કેકેએચએચ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી.
આ ફિલ્મથી શાહ‚ખ ખાન અને કરન જોહર ખૂબ સારા મિત્રો બની ગયા. એક કરન જ એવી વ્યકિત છે જે શાહ‚ખના પરિવાર (પત્ની અને બાળકો)થી નજીક છે. હવે તો કરન પણ બે બાળકો યશ અને હિ‚નો પિતા બની ગયો છે.
કરન જોહર હવે એક એફ.એમ. ચેનલ માટે રેડીયો જોકી બની ગયો છે. તેના પ્રોગ્રામનું નામ છે. કરન કોલીંગ જેમાં તે લવ ગુ‚ તરીકે પ્રેમ પંખીઓને સલાહ આપશે.
આલિયા ભટ્ટ તો કરન જોહરને ‘ડેડી’નો દરજજો આપે છે. તે જયારે પણ એવોર્ડ લેવા સ્ટેજ પર જાય ત્યારે કરનને થેંકસ કહ્યાવિના ઉતરતી નતી. તે હવે શ્રી દેવીની પુત્રી જાન્હવી કપૂરને પણ ચાન્સ આપી રહ્યો છે. તેની સાથે શાહીદનો સાવકો ભાઈ ઈશાન કપૂર છે.