રાજકોટ જિલ્લાશિક્ષણ અધિકારી કચેરી (DEO OFFICE) ના નવપ્રસ્થાન- સ્થળાંતર માટે આજે ગુરુપૂર્ણિમાના શુભ દિને કરણસિંહજી હાઈસ્કુલમાં કુંભ સ્થાપન, ગણપતિ તથા સરસ્વતી પૂજન અને આરતી થયા હતા. DEO શ્રી ઉપાધ્યાય સાહેબના સદ્દઆગ્રહથી વિરાણી હાઈસ્કૂલના અધ્યાપક ડો.કૃષ્ણકુમાર (શાસ્ત્રી) મહેતાએ શાસ્ત્રોક્ત પૂજનવિધિ કરી હતી. પૂજાવિધિમાં DEO શ્રી ઉપાધ્યાય સાહેબ, DPEO શ્રી મેહુલભાઈ વ્યાસ, DEO કચેરીના સિનિયર E. I. વિપુલભાઈ મહેતા દંપતિ વગેરે સંમિલિત થયા હતા. આ પ્રસંગે આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડ્યા,સિદ્ધરાજસિંહ ઝાલા, ડી.ઇ.ઓ. ઓફિસનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આગામી દિવસોમાં ડી.ઇ.ઓ.કચેરીનું કરણસિંહજી હાઈસ્કુલમાં સ્થળાંતર થશે.
Trending
- યૌન શોષણ કેસના મુખ્ય સાક્ષીના હત્યાના આરોપીને કર્ણાટકથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ
- “મેં તો થક ગઈ ભૈસાબ” : ફિકર નોટ વાળનો ખોડો નહીં કરે ક્યારેય પરેશાન!
- ગળા કાપતી પતંગની દોરીઓનો વપરાશ અટકાવવા જાગૃતતા રેલી
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ