ગરીબ અને મઘ્યમ વર્ગના છાત્રો માટે આશીર્વાદરૂપ
વર્તમાન સમયે કોરોનાની પરિસ્થિતિમાં લાખો રૂપિયાની ફી ઉધરાવી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ જયારે વાલીઓને લુંટી રહીઆ છે. ત્યારે કરણસિંહજીના સ્ટાફે વિના મુલ્ય ઓનલાઇન શિક્ષણ વિઘાર્થીઓને આપી અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ આમાંથી પ્રેરણા લેવી જોઇએ. રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઇસ્કુલમાં ધો. ૧૧ અને ૧ર આર્ટસ, કોમર્સ, સાયન્સ વિભાગમાં એક પણ રૂપિયો ફી વગર વિઘાર્થીઓને પ્રવેશ આપી સાચા અર્થમાં ગરીબ અને મઘ્યમ વર્ગના વિઘાર્થીઓ માટે આશીર્વાદ બની રહી છે.
કરણસિંહજી હાઈસ્કુલ, સરકારી શાળાઓમાં રાજકોટ જીલ્લામાં સૌથી વધુ સંખયા ધરાવતી અને સેલ્સ ફાયનાન્સ શાળાઓને બોર્ડના પરિણામમાં ટકકર આપતી ઐતિહાસિક શાળા છે. વિનામૂલ્યે શિક્ષણની સાથે સાથે વિઘાર્થી પહેલ યોજના, એસ.એમ.ડી.સી. ગ્રાન્ટ અને સ્ટાફ તરફથી વિઘાર્થીઓને પુસ્તકો, સ્કુલ, બેગ, સ્કુલ યુનિફોર્મ કોમ્પ્યુટર શિક્ષણ તદન મફત આપવામાં આવે છે અને સરકાર તરફથી નિયામાનુસાર સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. જીલ્લા શિક્ષણાધિકારી ઉપાઘ્યાયના માર્ગદર્શન હેઠળ ચાલતી કરણસિંહજી હાઇસ્કુલમાં આધુનિક વાઇ-ફાઇ, સ્માર્ટરુમ, દરેક રુમમાં સ્માર્ટ બોર્ડ, સી.સી. ટીવી. થી સજજ શાળા બનવામાં આવી છે. આ આધુનિક બિલ્ડીંગમાં અઘતન લેબોરેટરી, વિશાળ પ્રાર્થના ખંડ, જીમના સાધનો, રમત ગમતના સાધનોથી સજજ સ્માર્ટરુમ વિશાળ મેદાનની સુવિધા ઉપલબ્ધ છે.
આ શાળામાં એન.સી.સી., અન.એસ.એસ. સ્કાઉટ ઇકો કલબની પ્રવૃતિના જ્ઞાન સાથે ૪ર પ્રકારની ઔષધિઓ સાથેનો બગીચો વિઘાર્થીઓને શિક્ષણ માટેનું ઉતમ વાતાવરણ પુરુ પાડે છે. આ અંગે વધુ માહીતી આપતા શ્રેષ્ઠ શિક્ષણ અને રાજયપાલ એવોર્ડ વિજેતા સિઘ્ધરાજસિંહ બી. ઝાલાએ જણાવ્યું હતું કે બોર્ડના ઉચ્ચ પરિણામો મેળવતી અને પૂર્ણ લાયકાત ધરાવતી શાળા રાજકોટમાં ભાઇઓ માટે કરણસિંહજી હાઇસ્કુલમાં વિઘાર્થીઓને ચાલુ સાલે એક પણ રૂપિયાની ફી લીધા વગર જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર વહેલા તે પહેલાના ધોરણે વિના મૂલ્યે તેમજ પુસ્તકો અને સ્કોલરશીપનો લાભ મળશે. તો દરેક લાભ લેવા જોઇએ અને સેલ્ફ ફાઇનાન્સ ની લાખો રૂપિયાની ફી ભરવાની જજટમાંથી બચવું જોઇએ.