રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા ૧૦માં દિવસે મહિલા બાળ પોષણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાંથી ગામડાની મહિલાઓ વેબીનારના માધ્યમથી જોડવામાં આવેલ હતા. જેમાં વેરાવળના મેઘપુર ગામ અને વેરાવળ શહેરના ગોલારાના વિસ્તારમાં જઈ ત્યાંની મહિલાઓને પ્રોગ્રામમાં જોડવામાં આવેલ હતા. આ પ્રસંગે રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા મહિલાઓ પોતાના અને બાળકોના પોષણ બાબતે વિશેષ માર્ગદર્શન આપેલ હતું. ઉપરાંત સામાજિક, વ્યવસાયિક, શૈક્ષણિક ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર કરે તે માટેની રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી.
Trending
- ડાંગ જિલ્લામાં ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ ના આયોજન સંદર્ભે યોજાઇ બેઠક
- જામનગરના વતની અને ગુજરાતના ખ્યાતનામ એક હાસ્યરસના યુગનો અંત
- મરાઠી ફિલ્મોનો લોકપ્રિય એક્ટર સ્વપ્નિલ જોશી ગુજરાતી ફિલ્મમાં કરશે ડેબ્યૂ
- ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું વચન પાળ્યું
- Nothingનું નવું OS માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- સમાજને ધ્યાનમગ્ન બનાવવા શનિવારે ઉજવાશે વિશ્ર્વધ્યાન દિવસ
- અરવલ્લી: શામળાજીની અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલા 2 ટ્રકો ઝડપાયા
- જ્યુડીશરી સેવામાં કંઈ જ ઘટવા નહીં દેવાય: “સમરસ પેનલનો સંકલ્પ”