ઉત્સવ પ્રિય અને ફેશન પ્રિય રાજકોટની જનતાને દિવાળીના તહેવારોમાં સાજ-શણગાર માટે મનપસંદ એક થી એક ચડિયાતી વેરાયટીઓ મળી રહે તે માટે ‘કારા એક્ઝિબિશન’ દ્વારા શહેરની ખ્યાતનામ સયાજી હોટેલ ખાતે આજથી બે દિવસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશને રાજકોટવાસીઓના મન મોહી લીધા છે. ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. માનૂનીઓ ઉમટી પડી હતી.
આવતીકાલ સાંજ સુધી આ એક્ઝિબિશન જાહેર જનતા માટે ચાલુ રહેશે. રાજકોટ માં બે દિવસથી કારા એક્ઝિબિશનનું સયાજી હોટલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ દિવાળી અને વેડિંગ કલેક્શન ઉપલબ્ધ છે જેમાં અવનવી ડિઝાઇનના કપડાં ,જવેલરી, હોમ ડેકોરની વસ્તુના સ્ટોલ રાખવામાં આવ્યા છે કારા એક્ઝિબિશનમાં 40 જેવા સ્ટોલ રાખવામાં આવ્યા છે.જેમાં માત્ર ગુજરાત જ નહીં સમગ્ર ભારત માંથી લોકો પોતાની અવનવી વેરાયટી લઇ કારા એક્ઝિબિશનમાં જોડાયા છે.
બધી જ ઉંમરના લોકો માટે અવનવા કલેક્શન છે ઉપલબ્ધ:ઉર્વીશા પટેલ
સિલોએટ્સના ઉર્વીશા પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારા એકઝીબીશન માં માર્કેટીંગ માટે ખુબજ સારું એવું પ્લેટફોર્મ છે.તેઓ કારા એકઝીબીશન માં બીજી વાર જોડાયા છે તેમની પાસે બધીજ ઉમરં લોકો માટે અવનવા કલેક્શન છે લોકો ડિમાન્ડ પર તેઓ કુર્તા,ચણીયાચોલી,સાડી,જેવી તમામ વસ્તુ ડિઝાઈન કરી બનાવી આપે છે તેમની પાસે તમામ ફેબ્રિક્સ, પ્રોડક્ટ યુનિક છે.
લોકોની ડિમાન્ડ અને તહેવારને અનુરૂપ ચણિયા ચોલી ઉપલબ્ધ:મીરાબેન
રવિ ભાઈ ચણિયાચોલી વાળાના મીરા બેન એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારા એકઝીબીશન નું આયોજન ખુબજ સરસ કરવામાં આવ્યું છે અને તેમની પાસે ચણિયાચોલી માં અવનવી વેરાયટી ઉપલબ્ધ છે લોકોની ડીમાન્ડ પ્રમાણે ચણિયાચોલી બનવી આપે છે તહેવાર ને અનુરૂપ કલેક્શન પણ ખાસ એકઝીબીશન માં લઈને આવ્યા છે રાજકોટની રંગીલી પ્રજાનો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કારા એક્ઝિબીશન દરેક વસ્તુ અને ટેલેન્ટને એક પ્લેટફોર્મ આપી રહ્યું છે: રિવાબા જાડેજા
કારા એકઝીબીશન માં મુલાકાત લેવા આવેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારા એકઝીબીશન માં અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ છે. ખાસ ફેસ્ટિવલ સીઝન ને અનુરૂપ વસ્તુઓ કારા ખાતે જોવા મળી છે. કારા એકઝીબીશન દરેક વસ્તુન ટેલેન્ટને એક પ્લેટફોર્મ આપી રહ્યું છે નવા નવા ડિઝાઈનર ના ડિઝાઇન ભારત ભરના ખૂણે ખૂણેથી કારા એકઝીબીશન માં પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને વધુમાં વધુ લોકોએ કારા એકઝીબીશન મુલાકાત લેવી જોઈએ.
આખા ભારતભરના લોકો પોતાની અવનવી વેરાયટી લઈને જોડાયા છીએ: રૂકશાર દાસ્તાન
કારા એકઝીબીશનના રૂકશાના બેન એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે તેઓ ફરી એકવાર ફેસ્ટિવલ અને વેડિંગ કલેક્શન લઇ બે દિવસ 15 અને 16 ઓક્ટોબર ના રોજ રાજકોટના સયાજી હોટલ ખાતે એકઝીબીશન લઈને આવ્યા છે જેમાં આખા ભારતભરના લોકો પોતાની અવનવી વેરાયટી લઈને જોડાયા છે આજે એકઝીબીશન ના પેહલા જ દિવસે લોકો નો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એકવાર અચૂક રાજકોટ વાસીઓએ કારા એકઝીબીશન ની મુલાકાત લેવી જ જોઈએ.
દિવા,તોરણ,રંગોળીઓ ,કટલેરી હોલ્ડર્સ, ફ્લોટિંગ જેવી અનેક વેરાયટી છે ઉપલબ્ધ:હેમાલીબેન
આકર્ષણ કલેક્શનના હેમાલી બેન એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ઘરને ઓફીસ ને સુશોભિત કરે તેવી દિવાળીના તહેવારને અનુરૂપ અવનવી ડિઝાઈન લઈને કારા એકઝીબીશન માં આવ્યા છે જેમાં દિવા,તોરણ,રંગોળીઓ ,કટલેરી હોલ્ડરસ,ફ્લોટિંગ, જેવું અવનવું તેમની પાસે કલેક્શન ઉપલબ્ધ છે અને ખાસ આ તમામ કલેક્શન પોતેજ ડિઝાઇન કરે છે.તેઓ કારા સાથે ઓલ ઓવર ઇન્ડિયા માં જોડાઈ એકઝીબીશનમાં ભાગ લ્યે છે.રાજકોટ ખાતે એકઝીબીશન માં રાજકોટવાસીઓનો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
દિવાળી અને લગ્નની સિઝનને અનુરૂપ અવનવી ડિઝાઇન લઈને કારા એક્ઝિબીશનમાં જોડાયા છીએ: મીહિરભાઈ
કે. આર સન્સના મિહિરભાઈ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી કારા સાથે જોડાઈ એકઝીબીશનનો ભાગ બની રહ્યા છે ખાસ દિવાળી અને લગ્નની સિઝનને અનુરૂપ અવનવી ડિઝાઇન લઈને કારા એકઝીબીશન ના આવ્યા છે અને રાજકોટ ના લોકોનો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.