- ગોલ્ડ, ડાયમંડ જવેલરી, ડિઝાઈનર ગારમેન્ટસ સહિત હોમડેકોરની પ્રોડકટમાં વિશાળ ખજાનો ઉપલબ્ધ
અબતક,રાજકોટ: રંગીલા રાજકોટમાં સયાજી હોટેલ ખાતે આજથી બે દિવસ માટે કારા બ્રાઈડલ એકઝીબીશન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કારા બ્રાઈડલ એકઝીબીશનમાં ડિઝાઈનર ગારમેન્ટસ, ગોલ્ડ ડાયમંડ જવેલરી, સહિત હોમડેકોરની ચીજ વસ્તુઓનો વિશાળ ખજાનો ઉપલબ્ધ છે. કારા બ્રાઈડલ એકઝીબીશનમાં અમદાવાદ, કલકતા, ભાગલપૂર, સુરત, દિલ્હી,
મુંબઈ સહિતના શહેરમાંથી ડિઝાઈનરી પોતાનું યુનીક કલેકશન લઈને આવ્યા છે. કારા વેડીંગ એકજીબીશનમા દર વખતે યુનીક કલેકશન જોવા મળે છે. આજે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, ક્રિશ્ર્ના સ્કુલના ઓનર તૃપ્તીબેન ગજેરા, વંદનાબેન ભારદ્વાજ, ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, સહિતના મહાનુભાવોના હસ્તે ઈનોગ્રેશન કરવામાં આવ્યું હતુ. આ એકઝીબીશનનો બહોળી સંખ્યામા લોકો લાભ લઈ રહ્યા છે.
ભાગલપૂર, કલકતા, દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાંથી ડિઝાઈનરો પોતાનું યુનિક કલેકશન લાવ્યા: રૂકસાર દાસતાન
અબતક સાથેની વાતચિતમાં કારા એકઝીબીશનના ઓર્ગેનાઈઝર રૂકસાર દાસતાનએ જણાવ્યું હતુ કે રંગીલા રાજકોટીયન્સના અપાર પ્રેમ, સાથ-સહકારના કારણે અમે દર વર્ષે અવનવા કલેકશન સાથે આવીએ છીએ. આ વખતે બ્રાઈડલ કલેકશનમાં ડિઝાઈનર લહેગા, ચોલી, વેસ્ટર્ન આઉટફીટ, ગોલ્ડ ડાયમંડ જવેલરી સહિતની વસ્તુઓમાં યુનિક કલેકશન જોવા મળશે. આ વખતે અમદાવાદ, સુરત, ભાગલપૂર, કલકતા, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાંથી
જાણીતા ડિઝાઈનરો પોતાનું બેસ્ટ કલકેશન લઈને આવ્યાં છે આજે એકઝીબીશનના પ્રથમ દિવસે જ ખૂબજ સારો સહકાર મળી રહ્યો છે. હજુ આવતીકાલ સુધીમાં વધુમાં વધુ લોકો એકઝીબીશનનો લાભ લે તેવો અનુરોધ છે.