માતાને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. આપણે બધા જાણીએ જ છીએ માતાના ચરણોમાં સ્વર્ગ હોય છે, આવું તો આપણે સાંભળ્યુ જ હશે પરંતુ દિલ્હીમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. વાદ-વિવાદમાં સગા સંબંધી એક બીજાની હત્યા કરે તેવા કિસ્સાઓ તો જોવા મળે જ પરંતુ તમે એવા પુત્ર વિશે સાંભળ્યુ છે,જે માતાના મૃત્યુનું કારણ બન્યો છે? તો જાણીએ તે કલયુગી દીકરા વિશે જેણે માતાને ઉતારી મોતને ઘાટ.
વૃદ્ધ મહિલાનું નામ અવતાર કૌર છે. આ વૃદ્ધાનો પોતાના પુત્ર રણબીર અને પુત્રવધૂ સાથે પાર્કિંગને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ આંતરિક બોલાચાલી દરમિયાન પુત્ર રણબીરે તેની વૃદ્ધ માતાને થપ્પડ મારી દીધી હતી. તેની વૃદ્ધ માતાએ થપ્પડ મારતાની સાથે જ તે જમીન પર પડી ગઈ. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
ઘટના ગત સોમવારની છે. બપોરે 12 વાગ્યે, દિલ્હી પોલીસના પીસીઆરને બિન્દાપુર વિસ્તારમાંથી થયેલી બોલાચાલી અંગે માહિતી મળી હતી. બાતમી મળ્યા બાદ બિંદાપુર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ફોન કરતા સુધારા નામની 38 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી મહિલા અવતાર કૌરની પાર્કીંગ અંગે બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં આ મામલો થાળે પાડ્યો હતો.
સુધારા નામની મહિલાએ પોલીસને જણાવતા કહ્યું કે, પોલીસના આવ્યા બાદ તેમણે પોતાનો ઝઘડો પૂર્ણ કરી દીધો હતો. પરંતુ પોલીસ ચાલ્યા ગયા બાદ મહિલા અને તેનો પતિ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી વૃદ્ધા સાથે ફરી ઝઘડો કરવા લાગ્યા અને દીકરાએ તેની માતાને થપ્પડ મારી દીધી જેમાં વૃદ્ધાનું મોત થયું હતું.
આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મૃતક અવતાર કૌરની હોસ્પિટલમાં એમએલસી (MLC) નહોતી. તેમજ આ ઝઘડા અંગે પોલીસને કોઈ માહિતી આપવામાં આપવામાં આવી નહોતી. પરંતુ હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે આ કેસની નોંધ લેતા આરોપી પુત્ર વિરુદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે.