લાલપુર તાલુકાના પીપળી ગામની સીમમાં ઝાડીઓમાંએક પ્રૌઢનો અર્ધ સળગાવી દેવાયેલો મૃતદેહ મળતા પોલીસે કબજો સંભાળીને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.જેમાં માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકી તેનુ મોત નિપજાવ્યાનુ ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે કુનેહપુર્વક શકમંદોની પુછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.પોલીસ તપાસમાં મૃતકને તેના મોટા પુત્રે લાકડાનો ઘોકો માથાના ભાગે ઝીંકી મોત નિપજાવીને મૃતદેહને ઘર નજીક સળગાવી દિધો હોવાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી છે.
લાલપુર તાલુકાના પીપળી ગામની ભાગોળે બાવળની ઝાડીઓમાં એક સળગેલો મૃતદેહ પડયો હોવાની જાણ કરાતા પીએસઆઇ ડી. એસ. વાઢેર અને સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસે શંકાસ્પદ જણાતા મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.શંકાના દાયરામાં રહેલા આ મૃતદેહનુ પોલીસે પેનલ પોષ્ટમોર્ટમ કરાવ્યુ હતુ જેની શોર્ટ નોટમાં મૃતકને માથાના ભાગે ઇજા પહોચાડી તેનુ મોત નિપજાવ્યાનુ તારણ સામે આવ્યુ હતુ.જે બાદ તેને સળગાવી દિધો હોવાનુ પણ અનુમાન દર્શાવાયુ હતુ.આથી પોલીસે આજુબાજુમાં લાપતા વ્યકિત મામલે તપાસ શરૂ કરતા હાથીયાભાઇ પરબતભાઇ બાપોદરા નામના પ્રૌઢ લાપતા માલુમ પડયા હતા.પોલીસે તેના પરીવારની પુછપરછ હાથ ધરી હતી.જૈમાં યુકિત પ્રયુકિત સાથે પોલીસે કુનેહપુર્વક આ પરીવારની પુછપરછ શરૂ કરી હતી જેમાં તેઓ ભાંગી પડતા હન્યાના બનાવ સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક અને તેનો મોટો પુત્ર સહિતના પરીવાર બનાવની આગલી બપોરે ઘરે બેઠા હતા ત્યારે મૃતકે ગૃહ કંકાશ શરૂ કર્યો હતો.જેમાં અપશબ્દોનો મારો ચલાવતા ઉશ્કેરાયેલા મોટા પુત્ર રાજેશ ઉર્ફે રાજુ હાથીયાભાઇ સાથે બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી.જે વેળાએ એકદમ ઉશ્કેરાઇ મોટા પુત્ર રાજેશએ ઘરના ફળીયામાં લાકડાનો ઘોકો તેના માથે ઝીંકી દેતા પ્રૌઢ ફસડાઇ ઢળી પડયા હતા અને દમ તોડયો હોવાનુ ખુલ્યુ હતુ. બાદ મૃતદેહને ઘર નજીક બાવળાની કપાયેલી ઝાડીઓ પાસે લઇ જઇ દિવાસળી ચાંપી સળગાવી દીધો હોવાનુ પુછપરછમાં આરોપીએ કબુલ્યુ હતુ. આથી પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાજુ હાથીયાભાઇ બાપોદરાની ધરપકડ કરી છે.જેમાં નશો-જુગારની કુટેવ ધરાવતા મૃતક અવાર નવાર પરિજનો સાથે કંકાશ કરતા હોવાથી પુત્રે ઉશ્કેરાઇ જઇ ઢીમ ઢાળી દિધાનુ કબુલાત કર્યુ હતુ.
સસરાએ આપેલી 10 વીઘા જમીન ખેડતાતા નશો અને જુગારની લત ધરાવતા મૃતકે પોતીકી લગભગ બારેક વિધા જમીન અગાઉ પોરબંદર પંથકના વતનમાં વેંચી નાખી હતી જે બાદ તેના સસરાએ આપેલી દશ વિધા જમીન ખેડી પરીવાર ગુજરાન ચલાવતો હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ.