બોલીવૂડના મોસ્ટ ચાર્મિગ સ્ટાર શશી કપૂરના જીવનનું પેક અપ
ઇક રાસ્તા હૈ જીંદગી જો થમ ગયે તો કુછ નહીં…. શશી કપૂરની ફિલ્મ કાલા પથ્થર ના ગીતની આ પંકિત છે. ગઇકાલે શશી કપૂરની જીંદગી થમી ગઇ, જી હા, કપૂર કુટુંબનો એક ઔર સીતારો ખરી પડયો. બોલીવૂડના મોસ્ટ ચાર્મિગ સ્ટાર શશી કપૂરના જીવનનું પેક અપ થયું.
ગઇકાલે સાંજે શશી કપૂરે અંતિમ શ્ર્વાસ લીધા હિન્દી ફિલ્મ જગતના સૌથી સોહામણા અને રોમેન્ટિક હીરો તરીકે જાણીતા મશહુર અભિનેતા શશી કપૂરનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. ૪ દાયકા સુધી ફિલ્મોમાં સક્રિય રહેલા કપૂર ખાનદાનના નબીરાએ ૭૯ વર્ષની જૈફ વયે આખરી શ્ર્વાસ લીધા હતાં.
કપૂર પરિવારના સુત્રાને આપેલી માહિતી મુજબ છેલ્લા થોડા દિવસોથી તેમને સારવાર માટે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પૃથ્વીરાજ કપૂરના હોનહાર સંતાનોમાં સૌથી નાના શશીકપૂરે ખુબ જ સંઘર્ષ કરી અને નિષ્ફળતાઓ સહીને કામયાબ અભિનેતા તરીકે અને રોમેન્ટિક હીરો તરીકે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું.
લગભગ ૪ દાયકાની લાંબી કારકીર્દી દરમિયાન શશીકપૂરે ૧૬૦ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ફિલ્મ ક્ષેત્રે યોગદાન બદલ ૨૦૧૧મા ભારત સરકારે તેમને પહ્મભૂષણના ખીતાબથી નવાજયા હતા ત્યારબાદ ૨૦૧૫મા૦ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમને સન્માનીત કરાયા હતા.
ફિલ્મ દીવાર માટે શશીને બેસ્ટ સપોટીંગ એકટરનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. પરંતુ તેમને કયારેય બેસ્ટ એકટરનો એવોર્ડ તો ઠીક નોમિનેશન પણ મળ્યું ન હતું. જો કે સરકારે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માનીત જરુર કર્યા હતા.
જો કે શશી કયારેય એવોર્ડ પુરસ્કાર કે માન અકરામ પાછળ દોડયા ન હતા. તેમણે કદી લાંબા લાંબા ઇન્ટરવ્યુ કે ભાષણ આપ્યા ન હતા. તેઓ થ્રુ આઉટ જેન્ટલમેન હતા એક આદર્શ પતિ- આદર્શ પિતા હતા. તેમનું જીવન નિર્વિવાહી હતું. કદી કોઇ હીરોઇન સાથે નામ ન જોડાયું કદી કોઇ કોન્ટ્રોવર્સી ન થઇ કદી રાજકારણમાં જવાની ઇચ્છા ન જતાવી આવા ઉમદા અભિનેતા અને તેથ ય ઉમદા ઇન્સાર શશી કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યા.
શશી: થ્રૂ આઉટ જેન્ટલમેન
*જન્મ: માર્ચ ૧૯૩૮
*મૃત્યુ: ૪ ડિસેમ્બર ૨૦૧૭
*નિકનેમ: શશી બાબા, ટેકસી, અંગ્રેજ કપૂર
*પદ્મભૂષણ: ૨૦૧૧
*પદ્મવિભૂષણ: ૨૦૧૪
*દાદા સાહેબ ફાલકે એવોર્ડ: ૨૦૧૫
*રાષ્ટ્રીય પુરસ્કાર: ૧૯૮૪
*ફિલ્મોની સંખ્યા: ૧૬૦
*વિદેશી ફિલ્મો: ૧૨
*પ્રથમ નિર્દેશીત ફિલ્મ: ઝૂનૂન
*યાદગાર ડાયલોગ: મેરે પાસ મા હે
*શ્રી ૪૨૦માં બાળ કલાકાર તરીકે ચમકેલા
*પત્નીનું નામ: (સ્વ.) જેનિફર કપૂર
*ત્રણ સંતાનો: કૃણાલ, સંજના, કરન
*અમિતાભથી ઉંમરમાં મોટા હતા છતાં ફિલ્મોમાં તેમના નાના ભાઈનો રોલ કર્યો
*‘સત્યમ શિવમ સુંદરમ’માં મોટા ભાઈ રાજ કપૂરના નિર્દેશનમાં કામ કર્યું હતું.
*શશી કપૂરના સિગ્નેચર સ્ટેપ્સને આજે પણ આમીર ખાન, રણબીર કપૂર, આયુષ્યમાન ખુરાના જેવા સ્ટાર કોપી કરે છે.
*લંચ હોય કે ડિનર શશી હંમેશા બૂફે એટલે કે ઊભા ઊભા જમવાનું પસંદ કરતા.
*પત્ની જેનિફર હબ્બી શશીની ફિટનેસનું ખૂબજ ધ્યાન રાખતી. જેનિફરના અવસાન બાદ શશી ચુસ્તી જાળવી ન શકયા.