માત્ર 8 વર્ષની બોલીવુડની કેરિયરમાં બબીતાએ એ જમાનાના લોકપ્રિય કલાકારો ધર્મેન્દ્ર, રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, શમ્મીકપૂર, વિશ્ર્વજીત, શશીકપૂર અને જીતેન્દ્ર જેવા સાથે હિટ ફિલ્મો કરીને ટોચનું સ્થાન મેળવ્યું
20 એપ્રિલ 1948ના રોજ મુંબઇમાં એક સિંધી પરિવારમાં બબીતાનો જન્મ થયો હતો. પિતા હરિ શિવદાસાની અને માતા બ્રિટીશ ક્રિશ્ર્ચયનના ચાહકોમાં આ ખુબ જ સ્વરુપવાન બબીતાનું નામ ખુબ જ જાણીતું છે. આજના યુવા વર્ગો પણ તેમની પુત્રી કરિશ્મા અને કરીના
ના કારણે ઓળખતો થયો છે. બબીતાને અભિનય વારસો પિતા પાસેથી મળ્યો ઉપરાંત જાણીતી અભિનેત્રી સાધના તેની કઝિન થાય છે. બબીતાનું બાળપણ નાનીબેન મીતા સાથે વિત્યું આજે લગ્નબાદ મીતા અડવાણી એક પ્રાયવેટ પાવર કંપનીની માલિક છે.
બબીતા જયારે 18 વર્ષની થઇ ત્યારે તેણે ફિલ્મમાં કામ કરવાની પિતા પાસે ઇચ્છા વ્યકત કરતાં પિતાએ સ્ક્રીન ટેસ્ટ માટે જી.પી. સિપ્પી પાસે લઇ ગયા તે ત્યારે પોતાની ફિલ્મ ‘રાઝ’માં રાજેશખન્ના સામે નવો ચહેરા લેવા માંગતા હતા તેથી તેણે પોતાની ફિલ્મમાં હિરોઇન તરીકે બબીતાને પસંદ કરી. એજ ગાળામાં બબીતાને ફિલ્મ ‘દશ લાખ’ મળી નેમાં સંજયખાન હિરો હતા. બન્નેમાંથી ‘દશ લાખ’ ફિલ્મ પહેલા રિલીઝ થઇ પણ બહુ ચાલી નહી જો કે આ ફિલ્મનું ગીત ‘ગરીબો કી સુનો વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે વો દશ લાખ દેગા’ ખુબ જ ફેમસ થયું હતું.
બબીતાનો 1967માં રીલીઝ થયેલી ફિલ્મ ‘ફર્ઝ’ થી ચમકી ગયો. દર્શકોને બબીતા-જીતેન્દ્રની જોડી બહુ પસંદ પડી, આ ફિલ્મે દેશભરમાં સિલ્વર અને ગોલ્ડન જયુબેલી ઉજવી હતા. ત્યાર આ જોડીની બીજી સફળ ફિલ્મો ઔલાદ, અનમોલ મોતી, બનફૂલ આવી હતી. માત્ર 8 વર્ષની ટુંકી ફિલ્મ કેરિયરમાં લગભગ તમામ મોટા કલાકારો સાથે મુખ્ય પાત્રમાં કામ કરીને બોલીવુડમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ધર્મેન્દ્ર, શમ્મીકપૂર, રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, વિશ્ર્વજીત, શશીકપૂર, જીતેન્દ્ર જેવા વિવિધ કલાકારો સાથે સફળ ફિલ્મો કરી હતી.
ટુંકી ફિલ્મ યાત્રામાં ધર્મેન્દ્ર સાથે ‘કબ કર્યુ ઔર કર્હા’ મનોજકુમાર સાથે પહેચાન, શશીકપુર સાથે ‘હસીના માન જાયેગી,’ શમ્મીકપુર સાથે ‘તુમ્સે અચ્છા કૌન હૈ’ તથા રાજેન્દ્રકુમાર સાથે ફિલ્મ ‘અનજાના’ કરી હતી. આ હિરો પૈકી શશીકપૂર અને શમ્મીકપૂર તો બબીતાના અભિનેતા રણધીરકપૂર સાથે લગ્ન થતાં કાકાજી બન્યા હતા. બબીતાએ 8 વર્ષમાં ફકત 19 ફિલ્મોમાં કામ કરવા છતાં બોલીવુડની સફળતાની સીડી ઝડપથી ચડી ગઇ હતી. બબીતાની મૂલાકાત રણધીર કપૂર સાથે ફિલ્મ ‘કલ-આજ-કલ’ના સેટ ઉપર થઇ હતી. આ ફિલ્મમાં રાજકપૂર અને પૃથ્વી રાજકપૂર પણ હતા.
બબીતાને પ્રથમ ફિલ્મ રાજેશખન્ના સાથે ‘રાઝ’ કરી પણ 1966માં એ પહેલા તેમની સંજયખાન સાથેની ફિલ્મ ‘દશલાખ’ રિલીઝ થઇ દેખાવે ખુબ જ સુંદર અભિનેત્રીની બન્ને પુત્રી કરિશ્મા અને કરીના હિરોઇન છે.
અભિનેતા રણધીર કપૂર પીતા રાજકપૂરની પાસે બબીતા સાથે લગ્ન કરવાની વાત કરી તો પિતા અને દાદા બન્ને ચોંકી ગયા હતા. કારણ કે બબીતા જાણીતી અભિનેત્રી હતી. કપૂર ખાનદાનમાં ફિલ્મની અભિનેત્રી ઘરમાં વહુ બનીને આવે ને પસંદ ન હતું. બાદ સૌ માન્યા પણ શરત મૂકી કે લગ્ન બાદ બબીતા ફિલ્મમાં કામ નહીં કરે, આ દિવસોમાં રણધીર કપૂર કરતા અભિનેત્રી બબીતાનું નામ મોટું હતું. બાદમાં બન્ને પરિવારે નકકી કરતાં 6 નવેમ્બર 1971માં રણધીર-બબીતાના લગ્ન થયા બરાબર એ જ ગાળામાં ‘કલ-આજ ઔર કલ’ સિનેમા ઘરોમાં ચાલતી હતી. એની જાહેરાતમાં લગ્નનો ફોટો મૂકાતો હતો.
માતા-પિતાના અધુરા સપના બાળકો પુરા કરે તો બબીતાને એમ જ થયું કે પુત્રી કરિશ્મા અને કરિના ફિલ્મમાં કામ કરવા માંગતી હતી પણ કપૂર ખાનદાનની પુત્રી ફિલ્મો ન કરે તેવી મનાઇ હતી. આ જીદને કારણે પુત્રીને સહયોગ આપવા બબીતાએ ઘર છોડયું જો કે ડિવોર્સ લીધા ન હતા. સમયના ચક્રો બાદ પુત્રીઓ જાણીતી અભિનેત્રી બની ગઇ ને 19 વર્ષ બાદ 2007માં ફરી રણધીર-બબીતાની જોડી સાથે રહેવા લાગી હતી. એક વાત નકકી કે બબીતાની જીદને કારણે જ બોલીવુડને કરિશ્મા અને કરીના જેવી અભિનેત્રી મળી છે.
બબીતાની ફિલ્મ કેરીયર 1966 થી 1973 વચ્ચે જ રહી જેમાં 19 ફિલ્મો કરી હતી. ફિલ્મ દશ લાખમાં બબીતા હિરોઇન હતી ત્યારે તેની સંબંધમાં ભાભી થાય ને નિતૂસિંહ બાળ કલાકાર તરીકે હતી. તેમની સફળ ફિલ્મોમાં ‘એક શ્રીમાન એક શ્રીમતિ’, હસીના માન જાયેગી, ફર્ઝ, કિસ્મત, પહેચાન, કલ આજ ઔર કલ, ડોલી, અન્જાના, એક હસીના દો દિવાને જેવી ઘણી ફિલ્મો હતી. એ જમાનામાં યુવા વર્ગનો માનીતો ગમતો ચહેરો અભિનેત્રી બબીતા હતી. યુવક-યુવતિઓ બન્નેને આ અભિનેત્રી પસંદ પડતી હતી. 1973માં તેમની છેલ્લા ફિલ્મ હતી ‘સૌને કે હાથ’ 1966માં દશ લાખ ફિલ્મથી શરૂ થયેલ બબીતાની બોલીવુડ યાત્રામાં બીજા જ વર્ષે 1967માં રાઝ અને ફર્ઝ બે ફિલ્મોએ ઘુમ મચાવી હતી. 1968માં ત્રણ ફિલ્મો કિસ્મત, હસીના માન જાયેગી, અને ઔલાદ આવી હતી. બબીતાનું સૌથી સફળ વર્ષ 1969 રહ્યું જેમાં તેણે એક જ વર્ષમાં પાંચ ફિલ્મો કરી જે ડોલી, એક શ્રીમાન એક શ્રીમતિ, અનમોલ મોતી, અંજાના તુમ સે અચ્છા કૌન હે હતી. તેમના પતિ રણધીર કપૂર સાથે 1971માં કલ આજ ઔર કલ કરી હતી જે 1971માં રીલીઝ થઇ હતી, આજ વર્ષે બિખરે મોતી, બનફૂલ જેવી હિટ ફિલ્મો પણ આવી હતી. બબીતા કપૂર ખાનદાનની સૌથી સ્વરૂપવાન વહુ તરીકે ગણના થાય છે.
બબીતા નૃત્યની સારી જાણકાર હતી તેણે ‘તુમ્સે પ્યાર કયો હોતા હૈ’ ફિલ્મમાં સહાયક નૃત્ય નિર્દેશક તરીકે કામ કર્યુ હતું. તે લાખો કોલેજ ગર્લ માટે એક ફેશન પ્રેરણા હતી. તેમના ડ્રેસનીએ જમાનામાં ફેશન હતી. તેણે ગોગલ્સનો બહુ શોખ હતો જેથી ઘણી ફિલ્મોમાં આ દ્રશ્યો જોવા મળતા તેને તરતા આવડતું નહતું.