ધ કપિલ શર્મા શો’ના 23 એપ્રિલના રોજ 100 એપિસોડ પૂર્ણ થયા છે. આ પ્રસંગે કપિલ શર્માએ ચાહકો, શોમાં આવતા સ્ટાર્સ, બેકસ્ટેજમાં કામ કરતાં ક્રૂ તથા શોના તમામ એક્ટર્સનો ભાર માન્યો હતો. કપિલ શર્માએ એક મહિના પહેલાં શો છોડી ચૂકેલા સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર તથા સુગંધા મિશ્રા તથા પ્રીતિ સિમોસનો પણ આભાર માન્યો હતો. સિદ્ધુએ આ તમામને શોમાં પાછા આવવાની અપીલ કરી હતી.

શું કહ્યું સિદ્ધુએઃ
100માં એપિસોડમાં સિદ્ધુએ કહ્યું હતું કે તે તેને ડેસ્ટિની તરીકે જુએ છે. આ શો એક બુકે છે, જેને ભગવાને  બનાવ્યો છે. આ માણસના હાથમાં નથી કે તે આટલો મોટો શો બનાવી શકે. આ શો 300 એપિસોડ સુધી સતત ચાલતો જ રહે.  સિદ્ધુ આગળ કહે છે કે ભગવાનને માટે આ બુકેના એક પણ ફૂલને વિખેરવા ના દો. આ બુકે ના તેનો છે, ના મારો છે, આ આખા ભારતનો છે. કપિલ શર્માનો આ શો 23 એપ્રિલ, 2016ના રોજ શરૂ થયો હતો.

કપિલે માન્યો આભારઃ

  • કપિલે કહ્યું હતું કે 100માં એપિસોડમાં તે તમામ દર્શકોનો આભાર માને છે.
  • જેટલી પણ હસ્તીઓ આ શોમાં આવી પછી તે બોલિવૂડની હોય, સ્પોર્ટ્સની હોય કે પછી ગમે ઈન્ડસ્ટ્રીની હોય. તમામ લોકો જે આશઓમાં આવ્યા અને આ શોની ટીમ, ઓન સ્ટેજ ટીમ, બેકસ્ટેજ ટીમ અને જે લોકો આજે સાથે નથી તે તમામનો ખૂબ જ આભાર…

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.