નિદાન સાથે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજીત ૩૦૦ બોટલ લોહી એકઠુ થયું
કપિલા હનુમાન ચૈતન્યધામ અને ધુન મંડળ દ્વારા ગુર્જર પ્રજાપતિની વાડી, સંતકબીર રોડ, રાજકોટ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ સર્જન, હરસ-મસાના સર્જન, ઓર્થોપેડીક સર્જન, એમ.ડી.ફિઝીશ્યન સહિત દરેક રોગના નિદાન માટે પાંચ ડોકટરોએ સેવા આપી હતી.
કપિલા હનુમાન ચૈતન્યધામના એક કાર્યકરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં અમારા ચૈતન્ય કપિલા હનુમાનધામ અને ધુન મંડળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે. બહોળી સંખ્યામાં આ નિદાન કેમ્પનો લોકોએ લાભ લીધો છે. લગભગ ૩૦૦ જેટલા લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે. પાંચ ડોકટરોની ટીમ દ્વારા આ સર્વરોગ નિદાન કેમ્પમાં લોકોએ લાભ મેળવ્યો છે. તેમાં પણ ખાસ તો થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નાથાણી બ્લડ ડોનેશન બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કપિલા હનુમાન ચૈતન્ય ધામના ભકતજનોની સેવા અવિરત છે. અમારા ચેરમેન રણજીતભાઈ રાજપુતની પોતાના મેનેજમેન્ટ નીચે અવિરત સેવા આપી રહ્યા છે અને અમારા માર્ગદર્શક એવા કનુભાઈની સેવા સતત મળતી રહે છે અને ભવિષ્યમાં પણ મળશે. કપિલા હનુમાન ચૈતન્ય ધામના સભ્ય એવા પ્રવિણચંદ્ર ગજ્જરએ જણાવયું હતું કે, મહંત હરીરામ બાપુની ભાવના દર અઠવાડીયે બાળકોને જમાડવાની હોય છે. ૫૦૦ બાળકોને નિ:શુલ્ક જમાડે છે. આ ઉપરાંત બાળકોને કીટ આપીને પણ રાજી કરે છે. આ વખતે હરીરામ બાપુના નવા વિચારથી આ સર્વરોગ નિદાન કેમ્પ સફળ બન્યો છે.