કોમેડીયન કપિલ અત્યારે સારવાર લઈ રહ્યો છે

કપિલ શર્મા શો ફરીથી શ‚ થશે. અત્યારે કોમેડીયન કપિલ સારવાર લઈ રહ્યો છે. તે આગામી ફિલ્મ ફિરંગી માટે પણ ચિંતિત છે. ટીવી શો અને ફિલ્મનાં શુટીંગ માટે દિવસ-રાત કામ કરીને કપિલને આરામની જ‚ર હતી. આ સિવાય તેની પાસે ઓનલાઈન કોમેડી શોની પણ ઓફર હતી. સોની ટીવીએ ડ્રામા કંપની નામનો બીજો કોમેડી શો શ‚ કરતા કપિલ ટેન્શનમાં આવી ગયો હતો. શોમાં ડો.મશહૂર ગુલાટી એટલે સુનીલ ગ્રોવરની ગેરહાજરીથી કપિલ પર બેવડી જવાબદારી આવી ગઈ હતી. તેણે પોતાના ચાર્જમાં ૫૦% કાપ મુકવો પડયો હતો.આ બધા ઈશ્યુના કારણે કપિલની તબિયત બગડી ગઈ હતી. તેણે ઘણા શુટિંગ કેન્સલ કરવા પડયા હતા. આથી ટીવી ચેનલ અને કપિલ મીટીંગ કરીને બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. કપિલનો શો સાવ બંધ નથી થયો પરંતુ હંગામી ધોરણે વિરામ આપવામાં આવ્યો છે. કપિલના સાથીઓ સુમોના, કીકુ, ચંદન વિગેરેએ પણ ટિવટ કરીને દર્શકોને જાણકારી આપી છે કે કપિલ શર્મા શો પાછો આવે છે. અમે બધા કપિલની તબિયત અંગે ચિંતિત છીએ અને બધા વધુ જોશથી પાછા ફરીશું. આ સિવાય શોમાં બચ્ચા યાદવનું પાત્ર ભજવતા કોમેડીયન કીકુ શાટડાએ પણ કહ્યું કે બે માસ પછી શો ફરી  થશે જ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.