વિવાદોમાં ઘેરાયેલા કપિલ શર્માને તેમની ફિલ્મ ફિરંગીમાંથી ખાસ પ્રતિસાદ ન મળતા તે નાના પદડે ફરી વખત કમબેક કરવાની તૈયારીઓ કરી રહ્યો છે. તેના મિત્ર સુનીલ ગ્રોવરના ચાલ્યા જવાથી શોને જબરો ફટકો લાગ્યો હતો, અને દર્શકોના દિલ જીતી લીધા બાદ તેને જાણવી રાખવા નિષ્ફળ નિવળ્યું હતું. ફિરંગી પહેલા પણ કપીલ કિસ કિસ કો પ્યાર ક‚ જેવી ફિલ્મથી નિરાશા મેળવી શક્યો છે. ત્યારે હવે પંજાબી મુંડા કપીલ શર્મા ફ્રેશ સ્ટાર્ટ કરવા માંગે છે.

કપીલ અવાર-નવાર તેના શોમાં મસ્તી મજાકમાં કઇ પણ બોલતો નજરે પડે છે અને બાદમાં વિવાદોમાં ફસાય છે જેનો સબક હવે કપીલને મડી ગયો છે, સુનીલ ગ્રોવર સાથે તેનો ઝગડો થયા બાદ તે ડિપ્રેશનમાં પણ જતો રહ્યો હતો. ત્યાર બાદ તેના અને સુનીલ ગ્રોવરની મિત્રતા ફરી એક થઇ હોવાની વાતો પણ સામે આવી હતી તો હવે ફરીથી દર્શકોને પેટ પકડીને હંસાવવા માટે કપીલ તૈયારીઓ કરી રહ્યો છે, હવે તે તેનો શો ફરીથી શરુ કરશે કે પછી ફિલ્મોમાં જ માથુ મારશે તે તો આવનારો સમય જ નક્કી કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.