કપિલ શર્મા ભલે આ સમયે બેગલોરમાં પોતાની ટ્રીટમેંટ કરાવી રહ્યા હોય પરંતુ મીડિયામાં તેમનું નામ લગાતાર આવતું રહે છે. હાલ એ ખબર ચાલી રહી છે કે કપિળ શર્મા અને તેમની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. એક ખબર મુતાબિક કપિલ અને ગિન્ની હાલ એક બીજા સાથે નથી. થોડા મહિના પહેલા જ કપિલે સોશિયલ મીડિયા સાઇટ પર ગિન્ની સાથે તેમની લગ્નની ઘોષણા કરી હતી. પરંતુ હવે આ વાત પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. હાલ બંને ના બ્રેક અપ થવાનું કારણ સામે આવ્યું નથી.

ગિન્ની પહેલા પણ કપિલનું નામ ક્રિએટિવ ડાયરેક્ટર પ્રીતિ સિમોન્સ સાથે જોડવામાં આવ્યું હતું.આ ઉપરાંત કપિલે પોતાના પ્યાર નો ઇજાહર સોશિયલ મીડિયા પર કર્યો હતો. હાલ કપિલ બેંગલોરમાં રહીને પોતાની આયુર્વેદિક ટ્રીટમેંટ કરાવી રહ્યા છે. કપિલ લગભગ 10 વર્ષથી કામ કરી રહ્યા છે. અને થોડા સમય થી કપિલ ઘણી બીમારીઓ થી પરેશાન છે.

આ બીમારીના લીધે કપિલે પોતાનો શો પણ બંધ કરવો પડ્યો હતો. પરંતુ જલ્દી જ કપિલ પોતાની આગામી ફિલ્મ ફિરંગીમાં જોવા મળશે. આ ફિલ્મમાં કપિલ એક્ટિંગ સાથે નિર્માતાના રૂપમાં પણ જોવા મળશે. ફિલ્મ રીલીઝ થયા બાદ કપિલ જલ્દી જ પોતાનો નવો શો લઈને આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.