કપિલ શર્મા અને સુનિલ ગ્રોવાર વચ્ચે જગડો થતાં સુનિલ ગ્રોવારે શો છોડવા નું નક્કી કરું છે
કપિલએ ફ્લાઇટ માંબધા ની સામે સુનિલ ગ્રોવર સાથે જગડો કર્યો હતો અને કપિલ એ ફ્લાઈટમાં પોતાના બે કો-સ્ટાર્સ(ચંદન પ્રભાકર તથા સુનીલ ગ્રોવર) સાથે માત્ર ખરાબ વર્તન જ નથી કર્યું પરંતુ તેમને માર મારવાનો પ્રયાસ પણ કર્યો છે. ફ્લાઈટના એટેન્ડેટ તથા અન્ય સાથીઓને કારણે મામલો વધુ બીચક્યો નહીં આ સાથે સુનિલ ગ્રોવાર અને ચંદન પ્રભાકર એ શો છોડવા નું નક્કી કરું છે કપિલ અને સુનિલ ગ્રોવાર ના જગડા ને કારણે આ શો નું શૂટિંગ પણ અટક્યું છે . જ્યારે કપિલએ ટ્વિટર પર બને ની માફી માગી
કપિલે માંગી સુનીલની માફીઃ
જ્યારે સુનીલ અને ચંદન શૂટિંગ માટે સેટ પર ના પહોંચ્યા તો કપિલે ટ્વિટ કરીને સુનીલની માફી માંગી હતી. કપિલે ટ્વિટમાં લખ્યું કે,’પાજી સુનીલ ગ્રોવર સોરી, જો મેં તને અજાણતામાં દુઃખ પહોંચાડ્યું હોય તો. તું સારી રીતે જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરૂં છું. હું પણ અપસેટ છું
કપિલ સાથે વાત કરવા પણ તૈયાર નથી સુનીલ-ચંદનઃ
સેટ પર હાજર રહેલા સૂત્રોના મતે કપિલે સુનીલ અને ચંદનને અનેકવાર ફોન કર્યો પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો નહતો. સોની ટીવી તરફથી સિદ્ધુને કપિલ- સુનીલ અને ચંદન વચ્ચે સમાધાન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ચંદન અને સુનીલે સિદ્ધુ સાથે ફોન પર વાત કરી અને કપિલ સાથે શૂટિંગ કરવાનો ઇન્કાર કર્યો હતો. સિદ્ધુએ નાની મિટીંગ ગોઠવવાનું આયોજન કર્યું હતું. પરંતુ સુનીલે આ મિટિંગમાં આવવાની ના પાડી દીધી હતી. સુનીલે સિદ્ધુને કહ્યું,”પાજી, દિલ્હી આવીને તમને પર્સનલી મળીશ.”
ચંદને કહ્યું, ‘નોકર છું, પોતાની ઔકાત સમજી ગયો’
કપિલ તરફથી શોના ક્રિએટિવ હેડ પ્રિતી સિમોસે ચંદન પ્રભાકરને ફોન કર્યો પરંતુ તેણે એવું કહીને ફોન કાપી નાખ્યો કે,”નોકર છું, પોતાની ઔકાત સમજી ગયો છું. કપિલે મારા માટે ખૂબ કર્યું છે પરંતુ કારણ થપ્પડ ખાઈને અહેસાન ચૂકવવું નથી.”
સુનીલ ગ્રોવરે આપ્યો જવાબઃ
સુનીલ ગ્રોવરે ટ્વિટર પર કપિલ શર્માને મેસેજ કર્યો અને કહ્યું ”ભાજી!! હા, તમે તમને ઘણો જ દુઃખી કર્યો છે. તમારી સાથે કામ કરવાની સાથે ઘણું જ શીખવા મળ્યું છે. માત્ર એક જ સલાહ છે કે માત્ર પ્રાણઓ જ નહીં પરંતુ માણસોને પણ માન આપવું જોઈએ. બધા જ વ્યક્તિ તમારા જેટલા સફળ નથી હોતાં. બધા જ તમારી જેટલા ટેલેન્ટેડ હોતા
નથી. જો બધા જ તમારા જેટલાં ટેલેન્ટેડ હોય તો તમારી કિંમત શું રહેશે. તેથી જ તેમના પર થોડી કૃતજ્ઞતા રાખવી જરૂરી છે અને જો કોઈ વ્યક્તિ તારી ભૂલને સાચી કરવાનો પ્રયાસ કરે તો તેની સાથે ગાળા-ગાળી કરવાની જરૂર નથી. કોઈ મહિલાની સામે અપશબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તે મહિલાને તમારા સ્ટારડમ સાથે કોઈ જ લેવા દેવા નથી. માત્ર સંયોગને કારણે તેમને તમારી સાથે ટ્રાવેલ કરવાની તક મળી હતી. તમારો આભાર કે મને એ ભાન કરાવ્યું કે એ તમારો શો હતો અને તમારી પાસે સત્તા છે કે તમે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે બહાર હાંકી કાઢી શકો છો. તમે ઘણાં જ રમૂજી છો અને તમારા ફિલ્ડમાં બેસ્ટ કરો છો પરંતુ ક્યારેય ‘ભગવાન’ની જેમ વર્તન કરવું નહીં. તમારી જાતની સારી સંભાળ કરો અને તમને હજી પ્રસિદ્ધિ તથા સફળતા મળે તેવી શુભેચ્છા…”