આપણે સો જાણીએ છીએકે કપિલ શર્માના જૂના સાથી અને તેના નાનપણ નો ફ્રેન્ડ ચંદુની કપિલના શોમાં વાપસી થઈ છે. ઓસ્ટ્રેલીયામાં શો કરવા ગઈ કપિલની ટિમ વચ્ચે ઝઘડો થયો હતો. આના લીધે કપિલના શો ના મેંબેરે આ શોને અલવિદા કહી દીધું હતું જેમાં ચંદન આમથી એક હતો. પરંતુ મહિના ની મહેનત પછી કપિલ શર્મા એ તેના ફ્રેન્ડ ને માનવી લીધો છે.
https://www.facebook.com/sonytelevision/videos/1472813909408034/
ચંદનએ હાલમાં જ કપિલના શોનો એક એપિસોડ પણ શુટ કર્યો છે. જેનો વિડિયો સોની ટીવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં તમને કપિલ અને ચંદનની દોસ્તી પણ જોવા મળશે. વિડિયોમાં એક સમય એવો આવે છે કે કપિલ ચંદનને કહે છે કે તું તો મને ભૂલી જ ગયો. ત્યારે ચંદનએ તેને જવાબ આપતા કહ્યું કે તમને કોઈ કેવી રીતે ભૂલી શકે.. પ્રધાનમંત્રી કરતતા તમે વઘુ ન્યૂઝમાં રહો છો. ચંદન જ્યારે શોમાં આવે છે ત્યારે કપિલ જ નહીં પરંતુ ઓડિયન્સ પણ ચંદનનું જોરશોર થી સ્વાગત કરે છે.