જરૂરતમંદ પરિવારની દરેક કન્યાઓને રૂપિયા એક લાખ સુધીનો કરીયાવર અપાશે
રાજકોટનાં ઢોલરા ગામે આવેલા ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી વર્ષમાં જાન્યુઆરી, ફેબુ્રઆરી માસમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં ૨૨ કન્યાઓને આશરે ૧ લાખ સુધીનો કરીયાવર આપવામાં આવશે.
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ૧૫૧ જેટલા કાર્યકર્તાઓની ટીમ દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં દીકરીઓના ઘરના આંગણે ‘વહાલુડીના વિવાહ’ નામે ૨૨ દિકરીઓનો લગ્ન પ્રસંગ યોજાશે.
લગ્નો ત્સવ અંગેની માહિતી આપતા ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમના મુકેશભાઇ દોશી, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, શીવલાલભાઇ આદ્રોજા, મૌલેશભાઇ ઉકાણી, ડો. નિદત બારોટ, અનુતમ દોશી તેમજ નલીન તન્નાએ જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમની મળેલ મિટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ ચાલુુ સાલ આ પ્રસંગ અત્યંત સાદાઇથી અને ગરીમાપૂર્ણ રીતે ઉજવવામાં આવશે. આગામી જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરી ૨૦૨૧માં પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દીકરીઓના ઘર આંગણે પ્રસંગ યોજી તેમાં ૧ લાખ રૂ.નો કરીયાવર દીકરીને ભેટ સ્વરૂપે આપવો તેવું નકકી કરવામાં આવ્યુ હતું. આ માટે નિયમ મુજબની અરજીઓ માંગાવી અને જરૂરીયાતને ધ્યાને લઇ દીકરીઓને પસંદ કરી યાદી બહાર પાડી કરીયાવર અપાશે. પ્રત્યેક દીકરીના લગ્નનમાં સંસ્થાના કાર્યકરો હાજર રહેશે અને પ્રત્યેક કાર્યકર્તા એક એક દિકરીની જવાબદારી ઉપાડશે.
“વહાલુડીના વિવાહ-૩ અંગેની વિશેષ માહિતી આપતા સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, હરેશભાઇ પરસાણા, ધીરૂભાઇ રોકડ, કિરીટભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષ મોટો પ્રસંગ ન ઉજવતા દીકરીના ઘરે લગ્નનો મંડપ બંધાય અને ત્યાં કાર્યકર્તાઓ હાજરી પૂરાવી ૧ લાખનો કરીયાવર ભેટ આપે તુેવું જાજરમાન આયોજન સંસ્થા દ્વારા હાથ ધરાયું છે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
“વહાલુડીના વિવાહ-૩ પ્રસંગની વિસ્તૃત માહિતી આપતા ઉપેનભાઇ મોદી, સુનીલ મહેતા, ધર્મેશ જીવાણી, રાકેશ ભાલાળા, પ્રવિણ હાપલીયા તેમજ પ્રજ્ઞેશભાઇ પટેલે જણાવ્યું છે કે સંસ્થા દ્વારા આગામી તા.૨૫થી ૩૦૫, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપરથી જરૂરીયાત મંદ દીકરીઓને ફોર્મ અપાશે. ત્યારબાદ ‘દીકરાનું ઘર’ ની ટીમ દ્વારા પ્રત્યેક દીકરીના ઘરે જઇ તપાસ કરાશે.
“દીકરાનું ઘર’ની ટીમ દ્વારા પ્રત્યેક દીકરીના ઘરે જઇ તપાસ કરાશે અને તેમાંથી જરૂરીયાતમંદ દીકરીઓ પસંદ કરાશે. આ લગ્નોત્સવમાં પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓ તેમજ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓને જ પસંદ કરવામાં આવશે.આ માટે કોઇ સંપન્ન દાતા કરીયાવર ભેટ સ્વરૂપે આપવા ઇચ્છતા હોય તો મુકેશ દોશી ૯૮૨૫૦ ૭૭૭૨૫ તેમજ સુનીલ વોરા ૯૮૨૫૨ ૧૭૩૨૦ પર સં૫ર્ક કરવો.
સંસ્થાના હરેનભાઇ મહેતા, હરદેવસિંહ જાડેજા, ગૌરાંગભાઇ ઠકકર, ડો શૈલેષ જાની સહિતના દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે કે આ પ્રસંગે ચેતનાબેન પટેલ, નિશા મારૂ, અલ્કા પારેખ, ડો. ભાવનાબેન મહેતા, અરૂણાબેન વેકરીયા, ઋચિતાબેન રાઠોડ, ગીતાબેન વોરા, ડિમ્પલબેન કાનાણી, ગીતાબેન એ. પટેલ, રાઘીબેન જીવાણી, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રિતી વોરા, પ્રિતી તન્ના, કિરણબેન વડગામા, રૂપા વોરા, વર્ષાબેન આદ્રોજા, અંજુબેન સુતરીયા, ગીતાબેન કે. પટેલ, તૃપ્તિબેન પરસાણા, છાયાબેન મહેતા, હેતલબેન માવાણી, મૌસમી કલ્યાણી, આશાબેન હરીયાણી, રંજનબેન આદ્રોજા, શિલ્પાબેન સુરાણી, દક્ષાબેન હાપલીયા, ફાલ્ગુનીબેન કલ્યાણી સહિતના બહેનોની ટીમ લગ્ન્નોત્સવની સંપૂર્ણ તૈયારી કરશે.
આ અંગેની માહિતી માટે ૩૦૫, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપર સવારે ૧૦થી ૭ વાગ્યા સુધી સંપર્ક કરવો અથવા મુકેશ દોશી ૯૮૨૫૦ ૭૭૭૨૫ તેમજ સુનીલ વોરા ૯૮૨૫૨૧૭૩૨૦નો સંપર્ક કરવા જણાવ્યુ છે.