પોતાના સંતાનોને અવનવી વેશભૂષામાં રમતા જોઈ વાલીઓ ખુશખુશાલ
સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા આયોજીત કનૈયાનંદ રાસોત્સવમાં ત્રીજા નોરતે બાળ ખેલૈયાઓ સોળે કળાએ ખિલ્યા હતા અને ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમી ઉઠ્યા હતા ટાગોર રોડ ઉપર નાગર બોર્ડીંગમાં ચાલી રહેલા કનૈયાનંદ રાસોત્સવ નિહાળવા પણ એક લ્હાવો છે બાળ ખેલૈયાઓ અવનવી વેશભૂષામાં સજજ થઈને રમતા હોવાથી વાલીઓ પણ ખૂશખૂશાલ થઈ જાય છે.
ત્રીજા નોરતે બાળ ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે આ રાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે મોહનભાઈ કુંડારીયા હાજર રહ્યા હતા અને તેઓએ માતાજીની આરતી ઉતારી હતી.આઉપરાંત મનહરભાઈ મજીઠીયા, મુકેશભાઈ દોશી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સોમવારે કનૈયાલાલ કનૈયાનંદ રાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે લાખાભાઈ સાગઠીયા, જમનભાઈ ભાલાણી, દિલીપભાઈ પટેલ, પિયુષભાઈ શાહ, ડો. કમલભાઈ પરીખ, સી.કે. નંદાણી, રાજેશભાઈ નસીત, ચંદુભાઈ કોટડીયા, મોહનભાઈ ઘેડીયા, અશ્ર્વીનભાઈ ઘેડીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કનૈયાનંદ રાસોત્સવમાં દરરોજ વેલ્ડ્રેસ તથા સારૂ રમનાર ૪૦થી વધુ બાળકોને લાખેણા ઈનામ આપવામાં આવે છે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, નરેન્દ્રભાઈ આડેસરા, રાખીલભાઈ વાછાણી તથા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.