આટકોટ જીવાપરનો કરણુકી ડેમ રાત્રે 12ઃ00 આેવરફ્લાે થવામાં હોવાથી ડેમના પાટિયા એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. જેથી ડેમ ભરાઈ જવાથી આજુબાજુ જીવાપર પાચવડા પીપળીયા ગરણી, પાનસડા, કણુર્કી, વગેરે ગામોને પાણીના તળ સાજા થતા ખેડૂત આનંદમાં આવી ગયા હતા અને ડેમ તરફ તરફ ઉમટી પડયા હતા.
ડેમની Kડાઈ 27 ફૂટ છે રાત્રે પાણીની આવક ધીમી ગતિએ ચાલુ હોય બે ઇંચ જેટલો જેટલો ડેમને ખાલી કરાયો હતો હવે ડેમ છલોછલ ભરાઈ ગયો છે ત્યારે આજુબાજુ ગામના લોકોને પણ હવેથી સાવચેતીના પગલાં ભરવા પડે હવે જો વરસાદ પડશે તો ડેમના પાટીયા ખોલવા પડશે તેથી ડેમના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા ચેતવણી અપાઈ છે.