રાજકોટની લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગએન્ડ ટેકનોલોજી કોલેજમાં ગુરૂત્વાકર્ષણ ૨૦૧૮ના આજથી પ્રારંભ ૪૦ કોલેજની ૬૭૫ ટીમોએ લીધો ભાગ
રાજકોટની લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજનાં ગુરૂત્વાકર્ષણ ૨૦૧૮નો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે.જેમાં સૌરાષ્ટ્રની ૪૦ જેટલી કોલેજના લગભગ ૧ હજારી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માન્ય રાજકોટની લાભુભાઈ ત્રિવેદી કોલેજમાં આજે અને કાલે ટેકનીકલ અને નોન ટેકનીકલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રની ૪૦ કોલેજના ૧૦૦૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. કમ્પ્યુટર, મિકેનીકલ, ઈલેકટ્રીકલ, સિવીલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ ડેથરેસમાં રીમોટ કંટ્રોલ રોબોર્ટ કાર, લોજીસ્ટોમમાં કમ્પ્યુટર પર અવનવી એપ્લીકેશન વેબસાઈટ અને હાઈડ્રોરાકેટમાં વિદ્યાર્થીઓએ વોટર પ્રેસરની મદદથી રોકેટ ઉડાવ્યા હતા વાર્ષિક મહોત્સવના પ્રારંભ પ્રસંગે બાલાજી વેફર્સના ફાઉન્ડર કનુભાઈ વિરાણી, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, અને ડો. અલ્પના ત્રીવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જીવનમાં આગળ વધવા માટે બાલાજી વેફર્સના ફાઉન્ડર કનુભાઈ જણાવે છે કે જીવન અહી જ થંભતુ નથી હજી જીવનમાં આગળ ઘણુ વધવાનું છે. ટેકનોલોજી સાથે કદમ મીલાવી ચાલવાનું છે. તથા તેમણે જણાવ્યું કે કઈ રીતે જમીન ઉપર રહીને આકાશ આંબી શકાય છે.
ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જણાવે છે કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને તે પણ ઉત્સાહી થઈ ગયા તથા આજના યુવાઓને સંશોધન કરતા તથા ટેકનોલોજીમાં વધુ આવિષ્કારો કરતા જોઈ ખૂબજ ગૌરવ થાય છે.
પ્રિન્સીપાલ બી.એમ. રામાણી જણાવે છે કે ગુરૂત્વાકર્ષણ નામનો ટેકનીકલ ઈવેન્ટ યોજવાનો હેતુ એ હતો કે વિદ્યાર્થીઓમાં રહેલા ટેલેન્ટ ને બહાર પ્રદર્શિત કરી શકીએ તથા તેમનામાં રહેતી ક્રિએટીવીટી અને ઈનોવેશનનો લાભ સમાજને પણ મળી શકે.