રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ચાલતા વાલ્મીકી સમાજના આંદોલન છાવણીની દલિત વિકાસ મોરચાના પ્રમુખ કાંતીલાલ સોંદરવાએ મુલાકાત લીધેલ હતી તેમજ વાલ્મીકી સમાજનાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને સમાજના પ્રશ્ર્નોને યોગ્ય ન્યાય મળી રહે તે માટે ગુજરાત રાજયનાં રાજયપાલ મહોદયને અને રાજયનાં મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી હતી.
રાજય સરકાર દ્વારા વાલ્મીકી સમાજના રોજમદાર સફાઈ કામદારોને તાત્કાલીક છૂટા કરવાનો જે પરીપત્ર બહાર પાડેલ છે. તે અન્યાયકર્તા છે. અને સફાઈ કામગીરીમાથી કોન્ટ્રાકટ પ્રથા રદ થવી જોઈએ, રોસ્ટર પ્રથા બંધ થવી જોઈએ, સફાઈ કામદારોની તાત્કાલીક ગરતી થવી જોઈએ કારણ કે વાલ્મીકી સમાજની આજીવિકાનું મુખ્ય સાધન સફાઈ છે.
અને સફાઈ કામગીરી મની મુખ્ય રોજીરોટીનો આધાર છે. જેથી કરીને વાલ્મીકી સમાજને ન્યાય મળવો જોઈએ. તેવી લેખીત રજુઆત દલિત વિકાસ મોરચાના પ્રમુખ કાંતીલાલ સોંદરવાએ રાજય સરકારમાં કરેલ છે.