અબતકની શુભેચ્છા મુલાકાતવેળાએ કાંતિ ભટ્ટે અબતકને સૌરાષ્ટ્રના સિંહની ગર્જના કરતું એકમાત્ર નીડર, તટસ્થ અને પ્રામાણિક અખબાર ગણાવ્યું હતું
જાણીતા લેખક, પત્રકાર અને કટાર લેખક કાંતિભાઈ ભટ્ટનું ૮૮ વર્ષની વયે મુંબઈના નિવાસ સને અવસાન થયું છે. તેમના અવસાની ગુજરાતી સાહિત્ય, પત્રકાર જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મોરારિબાપુ સહિતના મહાનુભાવોએ શોક સંદેશા પાઠવ્યા હતા. વર્ષ ૧૯૬૬માં મુંબઈના પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરનારા કાંતિભાઈના નિકટવર્તીઓના જણાવ્યા પ્રમાણે કાંદીવલીની વિન્સ હોસ્પિટલમાં પેરેલિસિસના હુમલાની સારવાર માટે દાખલ કરાયા હતા.
અબતકના વાંચકોને જોગ કાંતિ ભટ્ટનો આ હતો સંદેશ
કાંતિ ભટ્ટને શ્રદ્ધાંજલી અર્પવા ‘અબતક’માં વાંચકો માટે પ્રસિદ્ધ કરશે ક્ટ્ટાર લેખકના લેખ
અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે મુક્ત મને વાતચીત કરતા કાંતિ ભટ્ટની આ તસવીર હવે બની રહી યાદગાર સંભારણું
ગુજરાતી પત્રકારત્વની એક અનોખી અને અલૌકીક પાઠશાળાનો અસ્ત થઈ ગયો. ગુજરાતી પત્રકારત્વને કાંતિ ભટ્ટે માત્ર વાંચવા જેવું નહીં પણ માણવા જેવું બનાવ્યું છે. વર્ષ ૧૯૩૧માં ભાવનગરના સાંચરા ગામમાં જન્મેલા કાંતિ ભટ્ટે પત્રકારત્વમાં ક્રાંતિ જન્માવી હતી. માત્ર ગુજરાત કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશ-વિદેશમાં તેમના આર્ટીકલે સૌનું ધ્યાન દોર્યું હતું. કલમનવેશ તા આખા બોલા પત્રકાર તા તડફડ કરી નાખતા અને કોઈ ચમરબંધીની પણ સાડીબાર નહીં રાખતા કટાર લેખક કાંતિ ભટ્ટે ‘અબતક’ કાર્યાલયની ખાસ મુલાકાત લીધી હતી. તેઓએ ‘અબતક’ માટે કહ્યું હતું કે, “સૌરાષ્ટ્રમાં સિંહ ગર્જના કરતુ એકમાત્ર નિડર, પ્રામાણિક તટસ્ અખબાર ‘અબતક’ છે
ઉલ્લેખનીય છે કે, કોઈપણ ક્ષેત્રમાં નવો ચીલો ચાતરનારા બહુ ઓછા હોય છે. એક ધારુ જે ચાલ્યુ આવતું હોય છે એ ચાલતુ રહે છે. એક સમયે એ ધીમુ પડી જાય છે અવા તો અટકી જાય છે એવા સમયે કોઈ એવો વિરલો આવે છે જે તાજગી લાવીને અટકી ગયેલું હોય તેને ધક્કો આપે છે અને ફરી દોડતું કરે છે. કાંતિ ભટ્ટ એવી જ વિરલ વ્યક્તિ હતા.
પત્રકારો માટે એવું કહેવાતું કે તેઓ દરેક વિષય અંગે થોડુ થોડુ જાણતા હોય છે પરંતુ એકેય વિષયના નિષ્ણાંત હોતા નથી જો કે કાંતિ ભટ્ટ એમાં પણ અપવાદ હતા, તેઓ પોતાના લેખમાં એટલી બધી માહિતી અને વિગતો પીરસતા કે જાણે તેઓએ વિષય અંગે પીએચડી કર્યું હોય…!
કાંતિ ભટ્ટ પોતે ‘એડિટર્સ રાઈટર’ હતા ડેડલાઈન એ જ તેમની લાઈફ લાઈન હતી. લખવું એ તેમના માટે શ્ર્વાસ લેવા જેવું હતું. તંત્રીની અપેક્ષા અને વાંચકોની જીજ્ઞાસા કરતા તેમણે વધુ માહિતી આપી. તેમના આર્ટીકલમાં આંખે દેખ્યો અહેવાલ તેઓ એવી રીતે લખતા કે જાણે વાંચક પોતે જ તે જોઈ રહ્યો હોય તેવું ફિલ કરતો.
કાંતિભાઈને મળવા જનારા લોકોને એ વાતનો અહેસાસ સતત તો કે તેઓ ઘરમાં ઓછા અને લાયબ્રેરીમાં વધુ રહેતા. કાંતિ ભટ્ટે જેટલું વાંચ્યું છે તેટલું કદાચ ગુજરાતી તો શું બીજી કોઈ ભાષાના પત્રકારે પણ વાંચ્યુ નહીં હોય. તેમનામાં એ ખૂબી પણ હતી કે કયું પુસ્તક કયાં પડયું છે અને તેમાં કયો રેફરન્સ છે ?
હેલ્ અને ફૂડ તેમના ગમતા વિષય હતા શું ખાવું, શું ન ખાવું, તબિયતનું કેવી રીતે ધ્યાન રાખવું તેવું ઘણુ બધુ તો ગુજરાતીઓ તેમને માત્ર વાંચીને શીખ્યા છે. પત્રકારત્વમાં આવ્યા પછી તેમણે પાછુ વળીને જોયું ની. કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે લાંબા સમય સુધી મેગેઝિન જર્નાલિઝમમાં એક હથ્ુ શાસન ભોગવ્યું હતું.
કાંતિ ભટ્ટની ડિક્ષનરીમાં ‘ઓફ ધ રેકોર્ડ’ જેવો કોઈ શબ્દ જ ન હતો. તેમને જે જાણવા કે સાંભળવા મળતુ એ તેઓ કોઈની પણ શેહશરમ વગર લખી નાખતા. તેઓ કહેતા કે મારી પાસે જે આવે એના પર મારા વાચકોનો જ અધિકાર છે. તેમના દરેક લેખ દરેક પત્રકાર માટે પાઠ જેવા હતા, તેમની લેકન શૈલી એવી હતી કે, પહેલી લાઈન વાંચે એ લેખ પુરો કર્યા વગર મુકી ન શકે. વાંચકને તેમના લેખમાંી જીવવા જેવું અને જાણવા જેવું મળી જ રહેતું તેમના લેખ પાછળની પણ એક સ્ટોરી રહેતી કે તેમને એ માહિતી કેવી રીતે મળી…?
કાંતિભાઈએ રિપોર્ટીંગ પછી મોટુ ખેડાણ મોટિવેશનલ રાઈટીંગમાં કર્યું. નિષ્ફળતા જ સફળતા તરફ દોરી જાય છે. એવું તેમણે અનેક લોકોના જીવનને ટાંકીને લખ્યું છે. તેમણે પોતે પણ જીંદગીના અનેક ઉતાર-ચઢાવ જોયા છે. મજાની વાત એ છે કે, તેમણે ક્યારેય કોઈ વાતનો અફસોસ કર્યો ની કે, પોતાની સ્થિતિ કે સંજોગો માટે કોઈને દોષ પણ આપ્યો ની. લખવું, સતત લખવું, સતત સારૂ લખવું તે તેમની સૌી મોટી ખુબી હતી. તેઓ હળવાસમાં કહેતા કે, ડોશી નવરી પડે અને દળવા બેસી જાય એમ હું લખવા બેસી જવ છું. નવા પત્રકારોને તેઓ એમ કહેતા કે, છપાઈ કે ન છપાય લખવાનું બંધ ન કરો. તેઓ નિખાલસતાપૂર્વક એવું પણ કબુલતા કે, મારા પણ ઘણા લેખો રીજેકટ યા છે. કાંતિ ભટ્ટ એવા લેખક હતા કે જેમના લેખની ચર્ચા તી. એકેય ગુજરાતી એવો નય હોય કે, જે કાંતિ ભટ્ટના નામી વાકેફ ન હોય.