દિલ્હીના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યા મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા
મોરબીના રાજકારણમાં નવી-જૂની થવાના એંધાણ આવી રહ્યા છે. માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં મોરબીમાં ચાલતી લુખ્ખાગીરી અને ખોટા કામ બંધ કરવા માટે હું ફરી પાછો મેદાને આવ્યો છું અને આજથી જ તેના શ્રી ગણેશ કરી દીધા છે. તેવું કહ્યાના ગણતરીના દિવસોબાદ દિલ્હીના દરબારમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવા પંહોચ્યા હતા.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા થોડા દિવસો અગાઉ એક કાર્યક્રમમાં હાજરી આપીને જાહેરાત કરી હતી કે “આજથી હું પટ્ટમાં આવું છું અને આજથી જ શ્રી ગણેશ કર્યા છે અને વધુમાં જણાવ્યું હતું કે સાવ ઉપર અને સાવ નીચે આપણે સારા સંબંધ જ છે પણ વચેટિયાઓને જ મારાથી તકલીફ છે.”આગામી વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે તે સમયે આ નિવેદનથી મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને ચારેકોર ચર્ચાઓ થવા લાગી હતી કાંતિલાલની મોદી સાથે મુલાકાતથી મોરબીની ટીકીટ કોને મળશે તે મામલે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિધાનસભાની ચૂંટણી સમયે જ એક જાહેર કાર્યક્રમમાં હું વટભેર મેદાનમાં આવીશ એટલે રાજકારણમાં સક્રિય થવાની વાત કરી હતી અને આ દિશામાં તેમણે કામ પણ ચાલુ કરીને તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
જો કે આ મુલાકાતમાં બન્ને વચ્ચે શુ ચર્ચા થઈ તે જાહેર થયું નથી પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ધારાસભ્ય અને બાદમાં રાજયમંત્રી બનેલા બ્રિજશભાઈ મેરજાનું ઉજળું પાસું છે. જો કે બ્રિજેશભાઈ મેરજાની ભાજપમાંથી ટીકીટ ફાયનલ ગણાતી હતી પણ હવે કાનાભાઈ સક્રિય થતા અને ટીકીટ માટે છાણેખૂણે દિલ્હી સુધી લોબીગ કરતા આ બે બળિયામાંથી મોરબીમાં ભાજપ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડવા કોને ટીકીટ મળશે તે અંગે ચર્ચાએ ભારે જોર પકડ્યું છે