નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે ગુડ ગવર્નન્સની દિશામાં સી.એમ. કેશબોર્ડ અંતર્ગત વિકસાવેલ ‘રિઅલ ટાઈમ પર્ફોમન્સ સીસ્ટમ’
લાઈવ નિહાળી હતી. આમાં રાજ્યના તમામ વિભાગોને એક જ પ્લેટફોર્મ પર આવરી લેવામાં આવ્યા છે. અમિત કાંતે જણાવ્યું કે, ગુજરાત સરકારની ‘રિઅલ ટાઈમ પર્ફોમન્સ સિસ્ટમ’નો અન્ય રાજ્યોએ પણ અમલ કરવો જોઈએ.