વાજડી(વડ) ગામ ખાતે કણસાગરા કોલેજની સમાજકાર્ય વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા ગામની આંગણવાડીમાં મહિલા જાગૃતિ અને મહિલા સશકિતકરણ અંતર્ગત ” બેટી બચાવો, બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યુ હતુ. જેનો હેતુ ગામની મહિલા તથા કિશોરીઓને સ્વરક્ષણ માટે જાગૃત કરવા અને પોતાને મળતા લાભો વિશે માહિતગાર કરવાનો હતો. જેમાં લોકોને સુક્ધયા સમૃદ્ધિ યોજના, વિધવા પેન્શન, વ્હાલી દિકરી યોજનાની માહિતી આપવામાં આવી અને ફોર્મ ભરાવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં સરકારની યોજના ” બેટી બચાવો, બેટી પઢાઓ નાં પ્રોગ્રામ ઓફિસરની નિધિબેન તથા શ્રીમતિ મંજુબેન ઉપસ્થિત રહ્યા હતા.
તદ્ઉપરાંત ગામના સરપંચ નિમુબેન પરમાર, આંગણવાડી કાર્યકર તેમજ કણસાગરા કોલેજનાં આચાર્ય ડો.આર.આર. કાલરિયા, સમાજ કાર્ય વિભાગનાં અધ્યક્ષ કોમલબેન કપાસી, ફિલ્ડ ઓફિસર ડો. પરેશભાઈ સરસિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ કણસાગરા કોલેજની વિદ્યાર્થીની ડેન્સી કાપડીયા, સિધ્ધી લિંબાસીયા, સુરભી મકવાણા, હર્ષા પરમાર, આરતી પરમાર, હિના સોલંકી, જાગૃતિ ખિમસુરીયા, શિલ્પા બગડા, રવિના ચૌહાણ દ્વારા થયો હતો. ગામનાં અંદાજિત ૫૦ થી વધુ મહિલાઓએ તેનો લાભ લીધેલ હતો.