સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત
જેતપુરની હિરપરા કોલેજ રનર્સ અપ અને રાજકોટની ભાલોડીયા કોલેજ ત્રીજા નંબરે રહી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલ આંતર કોલેજની સ્પર્ધાઓ ચાલી રહી છે જે અંતર્ગત ગઈકાલે રાજકોટની ધમસાણીયા કોલેજ ખાતે બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન જુદી જુદી ૧૪ કોલેજોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટ, જેતપુર, ગોંડલ, જામજોધપુર, જામનગર, મોરબી સહિતની ટીમો ભાગ લેવા ધમસાણીયા કોલેજ ખાતે આવી હતી. ધમસાણીયા કોલેજ આયોજીત બહેનોની વોલીબોલ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, સિન્ડીકેટ સભ્ય ડો.ભાવીનભાઈ કોઠારી અને પ્રવિણસિંહ ચૌહાણ ખાસ ઉપસ્તિ રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રમાનારી વોલીબોલ સ્પર્ધામાં રાજકોટની કણસાગરા કોલેજ વિજેતા બની હતી. જ્યારે જેતપુરની હિરપરા કોલેજ રનર્સઅપ રહી હતી અને ભાલોડીયા કોલેજ ત્રીજા નંબરે રહી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી તમામ ખેલમાં આગળ રહે એ માટેના અમારા પ્રયાસો: ઉપકુલપતિ વિજય દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવસિટીના ઉપકુલપતિ વિજયભાઇ દેસાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં આજે ધમસાણીયા કોલેજના ગ્રાઉન્ડ પર બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરેલ છે. યુનિવર્સિટી આ સ્પોર્ટસ ઇવેન્ટમાં આશરે ૩પ જેટલી રમતો રમાડે છે. જેનાથી આપણી તંદુરસ્તી પણ વધે છે. અને ખેલાડીઓને પ્રોત્સાહન પણ મળે છે. સૌરાષ્ટ્ર યુનિ.નો વિઘાર્થી તમામ ખેલમાં આગળ રહે રાજયએ રાષ્ટ્રમાં નામ કરે એ માટેના અમારા પ્રયત્નો રહ્યા છે.
યુનિવર્સિટી કેમ્પસમાં એકપણ એવી રમત નથી જેનું મેદાન યુનિવર્સિટી પાસે નથી. પી.ટી.આઇ. ની મોટી ટીમ છે. વીસી, પીવીસી અને સીન્ડીકેટ સભ્યો વતી આ ૧૪ ટીમોને ખુબ ખુબ શુભેચ્છા આપું છું. અને રમત ગમત ક્ષેત્રે મોટું નામ થાય દેશ-દુનિયામાં આગળ આવીએ તેવી શુભેચ્છા
વોલીબોલ એક ટીમ ગેમ છે જે રમવાથી સ્વાસ્થ્ય પણ સારુ બને છે: માયાબેન જાડેજા
આ તકે માયાબેન જાડેજાએ અબતક સાથેનીવાતચીતમાં જણાવ્યું હતું કે, ધમસાણીયા કોલેજ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખેલાડીઓની સ્કીલ બહાર લાવવા તથા સ્ત્રી સશકિત કરણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
વોલીબોલ એક ટીમ ગમે છે. જેમાં અમને કોલેજ તથા શિક્ષકો તરફથી પ્રોત્સાહન મળે છે. વોલીબોલ રમવાથી સ્વાસ્થ્ય સારુ બને છે. જજમેન્ટ બને છે અને ટીમ સ્પીરીટ બને છે.