પૂ.અપૂર્વમુનિ સ્વામી તથા જય વસાવડાનું પ્રેરક વકતવ્ય: નિ:શુલ્ક નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયો
રાજકોટના કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે ભાયાવદર પંથકના અને રાજકોટ શહેરમાં આવીને વસેલા કડવા પાટીદાર પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. મૂળ ભાયાવદર પંથકના તથા રાજકોટ અને અન્ય સ્થાયી થયેલા કડવા પાટીદાર પરિવારો એકબીજા સાથે પરિચય કેળવે અને પોતાના વતન સાથેની યાદો તાજી કરે તે ઉપરાંત નવી યુવા પેઢી પણ એકબીજાથી પરિચિત થાય તથા સંપ અને સંગઠનની ભાવના ભાઈચારાની ભાવના પણ કેળવાઈ તેવા શુભ હેતુ સાથે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. અઢીથી ત્રણ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં વિનામુલ્યે નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પૂજય અપૂર્વમુનિ સ્વામી સંયુકત પરિવારના ફાયદાઓ તથા વર્તમાન સમયમાં વ્યસન મુક્તિ અને ટેકનોલોજીના યુગમાં જયારે મનુષ્ય ઉપર ટેકનોલોજી હાવી થઈ ગઈ છે ત્યારે માણસે મશીનને બદલે માણસ તરીકે જીવવું જોઈએ તેવું પ્રેરક ઉદબોધન આપેલ હતું.
જાણીતા કટાર લેખક જય વસાવડા પણ યુવા પેઢીને લાલબત્તી ધરતા કહ્યું હતું કે, મોબાઈલ અને કોમ્પ્યુટરની પાછળ આજનો યુવા ધન ખૂબ ઘેલું થયું છે. પારંપરિક રમતો પારિવારિક સમય અને સંબંધો કોમ્પ્યુટર અને મોબાઈલને લીધે વિસરાતા જાય છે. પાંચ વર્ષનું બાળક પણ હાથમાં મોબાઈલ લઈને સ્કૂલે જાય છે. ત્યારે આ ભવિષ્યની અધોગતિની નિશાની છે. બિલગેટ્સ હોય ફેસબુકના માર્ક ઝુકરબર્ગ કમ્પ્યુટર અને મોબાઈલ આપતા નથી જયારે આપણે સામે ચાલીને હોય તો મોબાઈલ આપીને શાંત કરીએ છીએ. આ તબકકે યુવા સમિતિ દ્વારા નોંધપાત્ર પ્રદાન આપનાર પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માટે કોર કમીટીના નીતિનભાઈ, પુનિતભાઈ, પંકજભાઈ વેગડા, રજતભાઈ પટેલ, યતીનભાઈ ભોજાણી, નિલેશભાઈ માકડીયા, નિતીન દલસાણીયા, જુગલભાઈ રામાણી, રાજેશ ચનિયારા, વિશાલભાઈ વેગડા, હિમાંશુ લાલાણી, કેયુર માકડીયા, હિરેન માકડીયા, હસુભાઈ પટેલ, નિમિષ ચોવટીયા, નિતીન માકડીયા, યોગેશ કાલરીયા, જય વસાવડાનું તથા પૂજય સ્વામીજીનું સન્માન કરેલ હતું.
આ પ્રસંગે મૂળ ભાયાવદરના કડવા પાટીદાર અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા અગ્રણી ગોવિંદભાઈ લાલાણી પણ આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ અને તેમણે યુવાનોના આ સામાજિક અને સેવા કાર્યને બિરદાવેલ હતું.