નાગર બોર્ડીંગ ગ્રાઉન્ડમાં કનૈયાનંદ રાસોત્સવનો બુધવારથી ભવ્ય પ્રારંભ થશે
સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા નાગર બોર્ડીંગ ગ્રાઉન્ડ, વિરાણી સ્કુલ સામે આયોજત બાળકો માટેના કનૈયાનંદ રાસોત્સવની લગભગ તમામ તૈયારી પૂર્ણતાના આરે છે.
રાસોત્સવમાં નવ દિવસના સીઝન પાસની ટોકન ફી પેટે માત્ર રૂ.૪૦૦ રાખવામાં આવી છે. સીઝન પાસની સાથે જોવા માટેનો એક પાસ ફ્રી આપવામાં આવશે. આઉપરાંત રાસોત્સવ નિહાળવા માટે સ્થળ પરથી એન્ટ્રી ટીકીટ પણ મળશે. જેમાટે સરગમ કલબ,જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞીક રોડ પર સંપર્ક કરવા જણાવાયું છે.
કનૈયાનંદ રાસોત્સવમાં દરરોજ વેલડ્રેસ તથા સા રમનાર ૪૦થી વધુ બાળકોને લાખેણા ઈનામ બે ગ્રુપમાં આપવામાં આવશે. આ ઈનામો વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી, બાન લેબ્સ કાૃં., ૭૭ ગ્રીન મસાલા રાધે ગ્રુપ ઓફ એનર્જી, એન્જલ પંપ, ચોકોડેન તરફથી ગીફટ વાઉચર તેમજ જીતુભાઈ પી. પટેલ, અનેવડાલીયા ગ્રુપ હાઈબોન્ડ સીમેન્ટ તરફથી અપાશે. તેમજ નાગર બોર્ડીંગના પ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડાને પણ સહયોગ મળી રહ્યો છે.
બાળકો માટે અધતન સાઉન્ડ સીસ્ટમનો સથવારો મળીરહે તેમાટે ૪૦,૦૦૦ વોટની સાઉન્ડ સીસ્ટમ રાખવામાં આવી છે. જે મેલોડી કલર્સ ગ્રુપ દ્વારા રજૂ કરાશે.જેમાં રહીમ શેખ, ગીતા ગઢવી, અલ્પેશ રાઠોડ સહિતના કલાકારો પોતાના કંઠનો જાદૂ રેલાવશે.
આ રાસોત્સવમાં બુધવારે મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય પ્રો. કમિશ્નર મનોજ અગ્રવાલ, મહેશભાઈ રાજપુત, આશિષભાઈ વાગડીયા, જીતુભાઈ ભટ્ટ, જયેશભાઈ ઉપાધ્યાય, અનિલભાઈ દેસાઈ, રાજુભાઈ પટેલ, વિજયભાઈ પરમાર, કમલેશભાઈ આંબલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.