- સંતાનોના લગ્નમાં “વટ પાડવા” અભરખાનો મેરેજ માર્કેટને ભરપૂર ફાયદો,ફુલથી લઈ સોના ચાંદીના ઘરેણા અને કરિયાવરથી
- કરિયાણા સુધીની બજારમાં લગ્નની શુકનવંતી રોનકની “ઝાકમઝોળ”
કહેવત છે કે લગ્નના ઢોલ ઢબૂકે ને વાંઢાના કાન ચમકે…. લગ્નના ઢોલ અને શરણાઈથી માત્ર અપરણિત લોકોના કાન જ સરવા થાય એવું નથી, ભારતમાં લગ્ન નો વ્યવસાય ખૂબ જ મોટાપાયે વિકસી રહ્યો છે, દરેક પરિવાર પોતાના સંતાનોના લગ્નમાં શક્તિ કેટલી ભક્તિ ની ઉકતી મુજબ પોતપોતાની “હેસિયત” મુજબ લગ્નમાં કોઈ જાતની કચાસ ન રહે તે માટે પ્રયત્નશીલ રહે છે સમગ્ર દેશમાં લગ્ન નો વ્યવસાય 10 લાખ કરોડનું કદ મેળવવા મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે, દર વર્ષે લગ્ન ખર્ચના ટન ઓવરમાં માં 8 થી 10% ની સતત વૃદ્ધિ થઈ રહી છે ગયા વર્ષે દેશમાં 35 લાખથી વધુ લગ્ન થયા હતા જેમાં 4.25 લાખ કરોડ નું ટર્ન ઓવર થયું હતું આ વખતે દેશના લગ્ન ખર્ચનો આંકડો 5.9 લાખ કરોડ એ પહોંચે તેવું માનવામાં આવી રહ્યું છે.. ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્ર માં દરેક વર્ગના લોકો લગ્નની ધામધૂમમાં કોઈ કસર છોડતા નથી…
લગ્ન આધારિત બિઝનેસમાં ગોરદાદા ને લગ્ન કરાવવાની દક્ષિણાથી લઈ , શણગારના ફૂલો વરઘોડા માટે ઘોડા ,ઘોડી ,બગી અને હવે તો વિન્ટેજ કાર ના ભાડા થી લઈ દુલ્હન ના સુવાજોડા વરના સૂટ બુટ શાફા અને ઘર સજાવટ થી લઇ ભોજન સમારંભ માં સ્ટેટસ મુજબના મંડપ સર્વિસ કેટરસ જ્ઞાતિની વાડી થ્રી સ્ટાર હોટલો થી લઈ રિસોર્ટ બુકિંગપાછળ લોકો લખ લૂંટ ખર્ચો કરે છે, ,ઇવેન્ટ મેનેજમેન્ટ થી લઈ હવે મેરેજ બ્યુરો સુધીની લગ્ન સેવા મેરેજ બિઝનેસમાં સામેલ થઈ ચૂકી છે અગાઉના જમાનામાં દીકરીના બાપને લગ્નના કરિયાવર માટે સોના ચાંદીના ઘરેણા ની જ સવિશેષ ચિંતા રહેતી હતી ,કરિયાવર તો ધીરે ધીરે ભેગું કરવા ની વ્યવસ્થા હતી.. હવે જમાનો બદલાઈ ગયો છે દીકરા દીકરીઓને ભણાવવામાં વ્યસ્ત રહેતા માતા પિતાને પોતાના સંતાનો ક્યારે ઉંમરલાયક થઈ ગયા તેની પણ ખબર રહેતી નથી, અને દરેક પરિવારે તાબડતો લગ્નની બધી વ્યવસ્થા કરવાની ફરજ પડી જાય છે, આ તાત્કાલિક અને ઘડિયા લગન ની ઉભી થયેલી સામાજિક વ્યવસ્થા ના કારણે લગ્ન સંબંધી વ્યવસ્થા એ રાજાની કુંવરીની જેમ રાતે નથી વધતો એવો દિવસે વધે છે અને દિવસે નથી વધતો એવો રાતે વધે છેગુજરાત અને સૌરાષ્ટ્ર માં લગ્નસરાની સીઝનની તૈયારીઓ થઈ ચૂકી છે ,અને ધીરે પગલે લગ્ન ગાળો શરૂ થઈ રહ્યો છે ,ત્યારે લગ્નની ખરીદી ની ચહલ પહલ બજારમાં જોવા મળી રહી છે, સોની બજાર કાપડ બજાર, ફર્નિચર, વાસણ, ઘર સજાવટની ચીજો, થી લઈ, કરીયાણા, સુકામેવા અને કુલથી લઈ અત્તરના વેપારીઓને ત્યાં ઘરાકી જોવા મળી રહી છે,લગ્નની વ્યવસ્થામાં સમય મુજબ બદલાવ આવતો રહે છે, ડિઝાઇનિંગ કંકોત્રી થી લઈને, વર ક્ધયાના વસ્ત્રો અને લગ્ન સમારોહ, માં વટ પાડવા લગ્નમાં ક્યાંય કોઈ કસર રહેતી નથી. સૌરાષ્ટ્રમાં પાટનગર રાજકોટમાં કાર્ડ કંકોત્રી ની દુકાનો, પ્રિન્ટિંગ પ્રેસ ,ફુલ શણગાર ની સાથે સાથે લગ્ન પછી હનીમૂન માટે ટ્રાવેલિંગ બુકિંગ નો ધંધો ભારે ” સાથે ધમધમી ઉઠ્યો છે
રાધિકા જ્વેલર્સમાં બ્રાઇડલ કલેક્શનની વિશાળ રેન્જ: મુકેશભાઈ
અબતક સાથેની વાતચીતમાં રાધિકા જ્વેલર્સના મુકેશભાઈ જણાવ્યું હતું, દિવાળીના તહેવારો પૂરા થતા હવે લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે આ ઉપરાંત સોનાનો ચારથી પાંચ હજાર જેટલો ભાવ ઘટાડો નોંધાયો છે જ્યારે રૂ 81000 થી નીચે રૂ 77000. આવી ગયો છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો થશે આ ઉપરાંત લગ્ન માટે બ્રાઇડલ કલેક્શનમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ બની છે તમામ નાના-મોટા ગ્રાહકો માટે વિશાળ કલેક્શન મળી રહેશે ,બ્રાઇડલ સેટ ,કળા બ્રેસલેટ ,મંગલસૂત્ર , એરિંગ્સ તમામ દાગીના તથા જેન્સ માટે પણ એટલી જ નવી આઈટમો આવી છે બ્રેસલેટ રીંગ લકી જે લગ્નસરાની સિઝનમાં એક્સ્ટ્રા એસેસરી તરીકે પણ ઘણું નવું કલેક્શન આવ્યું છે, યુવાવર્ગ માટે અવનવી આઈટમો નો ખજાનો છે ગોલ્ડની સાથે ડાયમંડમાં પણ એટલું સુંદર કલેક્શન આવે છે અમે છેલ્લે 40 વર્ષે રિટેલ માર્કેટમાં ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે કાર્યરત છીએ ગોલ્ડ માત્ર લગ્નસિઝનમાં જ નહીં પરંતુ દિન- પ્રતિદિન તેની વિશ્વસનીયતા વધતી જાય છે અને ભવિષ્યમાં પણ ગોલ્ડ સારા ભાવ મળી રહેશે.
સરકારના ધારા- ધોરણ મુજબ ચારેય પાર્ટી પ્લોટ ફાયર સેફટી થી “સુ-સજજ”
અબતક સાથેની વાતચીતમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અક્ષર પાર્ટી પ્લોટ ,કલ્યાણમ પાર્ટી પ્લોટ, ગોલ્ડન પાર્ટી પ્લોટ ના ઓનર મીત પટેલે જણાવ્યું હતું કે લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે નવેમ્બર ડિસેમ્બર મહિના લગ્ન માટે 15- 16 જેટલા બુકિંગ થયેલા છે આ ઉપરાંત આ વખતે ગેટ એન્ટ્રીનું ડેકોરેશન ,સ્ટેજ ડેકોરેશન ,દાંડિયારાસ સેલ્ફી ઝોન સહિતના કોન્સેપ્ટ માટે વિવિધ અવનવી સુવિધા આપવામાં આવી રહી છે ઝોન છે વિશાળ જગ્યા સાથે વિશાળ વાહન પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવે છે, છેલ્લા આઠ વર્ષથી લગ્નપ્રસંગ, રિસેપ્શન, સગાઈ, બર્થડે, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા આ ઉપરાંત આ વખતે કેટરીંગ ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ક્લાઈન્ટ ની માંગ અનુસાર સર્વિસ આપવામાં આવે છે જેમાં આ વખતે મેક્સિકન ઇટાલિયન જેવા ઇન્ટરનેશનલ ફૂડ ની પણ ગુણવત્તાસભર વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પણ આ વખતે સૌરાષ્ટ્ર કાઠીયાવાડના મિશ્રણથી સ્વાદિષ્ટ વાનગીઓ રાખવામાં આવી છે સામાન્ય રીતે રૂ. 550 થી પ્લેટ શરૂ થઈ જાય છે જેમાં વેલકમ ડ્રીંક, સ્ટાર્ટર, સૂપ, સબ્જી, રોટી ,દાલ ,ચાવલ આઇસ્ક્રીમ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ ક્લાઈન્ટ ની માંગ અનુસાર ગુણવત્તાને ધ્યાને રાખી આપવામાં આવે છે આ ઉપરાંત સરકારના ધારા ધોરણ અને અનુસરીને ફાયર એનઓસી, ફાયર એલાર્મ સહિતની વ્યવસ્થા ને ધ્યાન રાખી ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે
લગ્નસરાને લઈને બ્રાઇડલ પેકેજમાં વિવિધ અબતક સાથેની વાતચીતમાં લુનાર બ્યુટીપાર્લર ના નીતિનભાઈ રાઠોડ જણાવ્યું હતું કે,
લગ્નગાળાને ની સિઝન ચાલુ થઈ રહી છે ત્યારે આગોતરું બુકિંગ શરૂ થઈ ગયું છે, દરેક સારી કંપનીના પ્રોડક્શનનો ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત સિમ્પલ અને વોટરપ્રૂફ મેકઅપ સાથે દીકરીઓને પસંદ પડે તેવો મેકઅપ કરી તૈયાર કરીએ છીએ, લુનાર બ્યુટી પાર્લરમાં વ્યવસ્થિત તાવ સાથે તમામ સુવિધા સાથે આપવામાં આવી રહી છે, બ્રાઇડલ પેકેજ 15,000 થી શરૂ થઈ અને 30,000 સુધીના મળી રહેશે જેમાં મેકઅપ ના પેકેજ મળી રહેશે જેની અંદર હેરસ્ટાઈલ, નેલઆર્ટ, મેનિક્યોર પેડિક્યોર ,બોડીમસાજ તથા નવી મહેંદી ડિઝાઇન મળી રહેશે આ ઉપરાંત રીયલ ફ્લાવર અને આર્ટિફિશિયલ ફ્લાવરની પણ સુંદર હેરસ્ટાઇલ સૌના મન મોહી લે છે
રાજકોટવાસીઓના જીવનમાં ફુલરૂપી સુગંધ ફેલાવવા કટિબધ્ધ: જીગ્નેશભાઈ
અબતક સાથેની વાતચીતમાં પી.પી ફુલવાળા જીગ્નેશભાઈ એ જણાવ્યું હતું કે વર્ષો જૂની પેઢી એટલે પીપી ફુલવાળા, અંદાજે 80 વર્ષ જૂની દુકાન છે પ્રસંગોપાત ફૂલની માંગ ખૂબ જ વધી છે ત્યારે હવે લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે, અવનવા રંગબેરંગી ફૂલો મળી રહેશે જેમાં કાર ડેકોરેશન થી માંડી અને મંડપ ડેકોરેશન રૂમ ડેકોરેશન કરીએ છીએ આ ઉપરાંત રીયલ ફૂલો વરમાળા માં પણ વિવિધ વેરાઈટીઓ ઉપલબ્ધ છે , રાજકોટની જનતાને નવી નવી વેરાઈટીઓ આપવા અમે કાયમ કટિબદ્ધ છીએ. દર વર્ષે અમારી શોપ પર ઘણું બધું નવું કલેક્શન જોવા મળે છે. આ ઉપરાંત ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ તે માટે ફૂલોની ક્વોલિટી પણ ધ્યાનમાં રાખીએ છીએ આ ઉપરાંત દર વખતે લગ્ન સિઝનમાં ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહેલ છે
વેડિંગ કલેક્શનમાં વર-વધૂ માટે આધુનિક કલેક્શનનો ખજાનો: આદિત્યભાઈ
અબતક સાથેની વાતચીત માં ડિવાઇન એઈથસ ના આદિત્યભાઈ જણાવ્યું હતું કે લગ્નસરા શરૂ થઈ ગઈ છે ત્યારે વેડિંગ કલેક્શન નો વિશાળ ખજાનો ઉપલબ્ધ છે, જેમાં હલ્દી સ્પેશિયલ,સંગીત સ્પેશિયલ, દાંડીયારાસ માટે વિશાળ કલેક્શન મળી રહેશે વરરાજા માટે શૂટ – શેરવાની પણ ખૂબ જ અત્યંત આધુનિક કલેક્શન ઉપલબ્ધ છે, આ ઉપરાંત દુલ્હન કલેક્શન અવનવી ડિઝાઇન મળી રહેશે, હીરા-રત્ન જડિત વિવિધ કાપડ માં ગ્રાહકોને પસંદ પડે તે પ્રમાણે કલેક્શન ઉપલબ્ધ છે, અવનવા આકર્ષિત રંગો સાથે વિશાળ રેન્જમાં વિવિધ આઈટમો ઉપલબ્ધ છે દર વર્ષે લગ્નસરામાં ગ્રાહકોનો સારો એવો પ્રતિસાદ મળી રહેલ છે